બાયડેનને ઇન્ડિયન-અમેરિકન્સના ટેકામાં 19 ટકા જેટલો અસામાન્ય ઘટાડો
- 2020ની ચૂંટણીમાં બાયડેનને 65 ટકા જેટલા ઇન્ડિયન-અમેરિકન્સે ટેકો આપ્યો હતો. પરંતુ, આ વખતે તે ટકાવારી ઘટીને 46 ટકા થઈ છે
વોશિંગ્ટન : ૨૦૨૦ની ચૂંટણી વખતે જો બાયડેનને આવેલા મત કરતાં આ વખતે (૨૦૨૪માં) ૧૯% જેટલા ઓછા મત મળવા સંભવ છે. તેમ એશિયન અમેરિકન વોટર્સ સર્વે (AAVS) જણાવે છે.
આ સર્વેએ બુધવારે પ્રસિદ્ધ કરેલા મતદાતાઓનાં વલણના આંકડાઓ આ પ્રમાણે જણાવે છે. આ વેબસાઇટ અમેરિકાની સૌથી જૂની અને સૌથી વધુ વિશ્વનીય વેબસાઇટ માનવામાં આવે છે.
આ ઉપરાંત એશિયન એન્ડ પેસિફિક આઈલેન્ડ-અમેરિકન વોટ (APIA Vote) નામક વેબસાઇટનો ડેટા તથા એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ તથા AAAJનો ડેટા કહે છે કે આ વખતે ૪૬ ટકા જેટલા ઇન્ડીયન-અમેરિકન્સ બાયડેનને મત આપવા માગે છે. જે આંક ૨૦૨૦માં ૬૫ ટકા જેટલો હતો.
હજી સુધીમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે, પરંતુ તેનો સીધો લાભ ટ્રમ્પને મળી શકે કે કેમ તે શંકાસ્પદ છે. કારણ કે તે સર્વે પ્રમાણે ગઈ ચૂંટણી (૨૦૨૪)ના પ્રમાણમાં આ વખતે ટ્રમ્પ તરફી વલણ રાખનારાઓમાં માત્ર ૨ ટકાનો જ વધારો થયો છે. ૨૦૨૦માં તેના ૨૮ ટકા જેટલા સમર્થકો હતા. તે વધીને આ વખતે (૨૦૨૪ની ચૂંટણી સમયે) માત્ર ૩૦ ટકા જ અમેરિકન- એશિયન્સે મત આપવા નિર્ણય કર્યો છે. કદાચ નવેમ્બર સુધીમાં આ આંક વધી પણ શકે કે ઘટી પણ શકે. પરંતુ મૂળ વાત તે લાગે છે કે બાયડેનની ઢીલી પોચી નીતિ કરતાં ટ્રમ્પની લોખંડી નીતિ ખાસ કરીને આતંકવાદ સામેની નીતિ ઇંડિયન ડાયસ્પોરા પૈકી ઘણી મોટી બહુમતીવાળા ઇન્ડીયન્સ ટ્રમ્પને વધુ પસંદ કરે તે સહજ છે.