જો બાયડેન ઈઝરાયલની મુલાકાતે રવાના : ગાઝામાં થયેલા વિસ્ફોટ પછી પેલેસ્ટાઈની, ઈજીપ્ત, જોર્ડનના નેતાઓ સાથેની બેઠક રદ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
જો બાયડેન ઈઝરાયલની મુલાકાતે રવાના : ગાઝામાં થયેલા વિસ્ફોટ પછી પેલેસ્ટાઈની, ઈજીપ્ત, જોર્ડનના નેતાઓ સાથેની બેઠક રદ 1 - image


- ગાઝા હોસ્પિટલના વિસ્ફોટ અંગે બાયડેને દુ:ખ વ્યક્ત કર્યું, તે વિસ્ફોટમાં હાથ હોવાનો ઈઝરાયલે કરેલો સ્પષ્ટ ઈન્કાર

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડેન મંગળવારે ઈઝરાયેલની ટુંકી મુલાકાતે રવાના થયા છે. હમાસ આતંકીઓ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાઓ પછી ઈઝરાયલ પ્રજા પ્રત્યે અમેરિકાની સહાનુભૂતિ દર્શાવવા તેઓ તેલ-અવીવ જવા રવાના થયા છે. તેમ વ્હાઈટ હાઉસ દ્વારા પ્રસિદ્ધ થયેલું નિવેદન દર્શાવે છે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ જોર્ડનની મુલાકાત એકાએક રદ કરી છે. વાસ્તવમાં મૂળ કાર્યક્રમ પ્રમાણે તો તેઓ જોર્ડન જવાના હતા, જ્યાં જોર્ડન, ઈજીપ્ત અને પેલેસ્ટાઈની અધિકારીઓ સાથે મંત્રણા કરવાના હતા પરંતુ ગાઝા હોસ્પિટલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ પછી પેલેસ્ટાઈનીઓએ તે શિખર મંત્રણામાં હાજર નહીં રહેવાનું નક્કી કરતાં પ્રમુખે પણ તેઓની જોર્ડનની મુલાકાત રદ કરી છે.

બીજી તરફ ગાઝાની હોસ્પિટલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અંગે પેલેસ્ટાઈને ઈઝરાયલ ઉપર સીધું જ દોષારોપણ કર્યું છે પરંતુ તે આક્ષેપોને ઈઝરાયલે રદીયો આપ્યો છે.

આ અંગે ઉડતા કીલ્લા જેના પ્રમુખ માટેના વિમાન 'એસ્ફોર્સ-૧'માં દાખલ થતા પૂર્વે પ્રમુખ બાયડેને કહ્યું હતું કે તે બોમ્બ-વિસ્ફોટથી હું ઘણો જ વ્યથિત થયો છું અને ધૂંધવાઈ પણ રહ્યો છું. ગાઝામાં આવેલી અબ્-અરબી આરબી હોસ્પિટલમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટને લીધે અનેકના નિધન થયા છે. આ સમાચારો મળતા જ મેં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ દ્વિતીય સાથે અને ઈઝરાયલી વડાપ્રધાન સાથે પણ વાત કરી હતી. સાથે અમેરિકાની નેશનલ સિક્યુરીટી ટીમને તે દુર્ઘટનામાં ખરેખર શું બન્યું તેની તપાસ કરવા આદેશ આપ્યો છે.

આ સાથે તેઓએ કહ્યું હતું કે અમેરિકા નાગરિકોનાં જીવનની રક્ષા આ યુદ્ધમાં રક્ષા કરવા માટે અચુક તૈયાર જ છે. અમો તે વિસ્ફોટમાં નિધન પામેલા દર્દીઓ, તબીબો, તબીબી કર્મચારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓ જે નિધન પામી છે કે ઈજાગ્રસ્ત થઈ છે તેઓ પ્રત્યે પણ અમારી સહાનુભૂતિ છે.

વ્હાઈટહાસનું નિવેદન વધુમાં જણાવે છે કે કીંગ અબ્દુલ્લાહ દ્વિતીય સાથે વાતચીત કર્યા પછી એ તે દિવસ પેલેસ્ટાઈની પ્રમુખ મહેમુદ અબ્બાસે ''રાષ્ટ્રીય-શોક'' જાહેર કર્યા પછી પ્રમુખે જોર્ડનની મુલાકાત મોકુફ રાખી છે. પેલેસ્ટાઈની પ્રમુખ તથા ઈજીપ્તના પ્રમુખ અબ્દેલ, ફતાહ અલ્-સીસી સાથે પણ મુલાકાત કે મંત્રણા રદ કરી છે.


Google NewsGoogle News