બાયડેન નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ મૂકે છે તે સ્વીકારી લેવા હમાસને અનુરોધ કરે છે

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
બાયડેન નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ મૂકે છે તે સ્વીકારી લેવા હમાસને અનુરોધ કરે છે 1 - image


- આ પ્રસ્તાવ પ્રમાણે યુદ્ધ વિરામ સાથે હમાસે બંધકોને મુક્ત કરવા જ જોઈએ : જો બાયડેન

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ જો બાયડેને શુક્રવારે હમાસ સમક્ષ નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ મુક્યો હતો. તે પ્રમાણે હમાસે યુદ્ધ વિરામ સાથે તમામ બંધકોને મુક્ત કરવા જ જોઈએ. આ સાથે તેઓએ કહ્યું હતું કે, 'યુદ્ધ વિરામ થતાં જેમને જરૂરત છે, તે સર્વેને સલામત અને સરળ રીતે સહાય પહોંચાડી શકાશે. 

તેઓએ કહ્યું એક વ્યક્તિ કે જેને આજીવન ઈઝરાયલ પ્રત્યે પ્રતિબદ્ધતા છે તેવા એક માત્ર પ્રમુખ કે જે યુદ્ધ સમયે પણ ઈઝરાયલની મુલાકાતે ગયા હોય, તેવા પ્રમુખ તરીકે હું તમોને પાછા ફરવાની અપીલ કરૂં છું. ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારે હું જ તેની (ઈઝરાયલની) સાથે ઉભો રહ્યો હતો. તેમ છતાં હું તમોને (હમાસને) યુદ્ધ વિરામ માટે અપીલ કરૂં છું સાથે આ તક ગુમાવી ન દેવા પણ કહું છું, આપણે આ તક ગુમાવી શકીએ જ નહીં.'

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ વિરામ માટે હમાસ સમક્ષ પ્રસ્તાવ મુકાયો હતો. જેમાં છ સપ્તાહનો યુદ્ધ વિરામ રાખી માંદા, વૃદ્ધ અને ઘાયલ થયેલ બંધકોને મુક્ત કરવા અપીલ કરવામાં આવી હતી. સામે યુદ્ધગ્રસ્ત ગાઝાપટ્ટીમાં વધુ માનવીય સહાય પહોંચાડવાની તૈયારી દર્શાવાઈ હતી.

જોકે તેનું હજી સુધી કોઈ પરિણામ આવી શક્યું નથી. સાથે તેવું પણ જાણવા મળ્યું છે કે, અતિશય વૃદ્ધ તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક બંધકોને હમાસે છોડી મુક્યા હતા.


Google NewsGoogle News