બાઈડન ઈઝરાયેલ જાય તે પહેલા જ પુતિન ચીન પહોંચ્યા, બંને દેશો અમેરિકાને ઘેરવાની રણનીતિ બનાવશે?

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
બાઈડન ઈઝરાયેલ જાય તે પહેલા જ પુતિન ચીન પહોંચ્યા, બંને દેશો અમેરિકાને ઘેરવાની રણનીતિ બનાવશે? 1 - image


બિજિંગ,તા.17.ઓક્ટોબર.2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં રોજ સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે .બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ચીન પહોંચ્યા છે અને તેમની ચીનની મુલાકાતને લઈને પણ ભારે અટકળો શરુ થઈ છે.અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ઈઝરાયેલની મુલાકાત લેવાના છે અને તેના એક દિવસ પહેલા જ પુતિનનુ ચીનમાં આગમન થયુ છે.

પુતિન  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળીને અમેરિકાને ઘેરવા માટે રણનીતિ બનાવવાની ચર્ચા કરશે તેવુ મનાઈ રહ્યુ છે.પુતિન 17 અને 18 ઓક્ટોબર એમ બે દિવસ ચીનમાં રોકાણ કરવાના છે.યુક્રેન પર આક્રમણ બાદ પુતિન દુનિયાની કોઈ મહાસત્તાની પહેલી વખત મુકાલાકત લઈ રહ્યા છે.

જિનપિંગ અને પુતિન વચ્ચે ઈઝરાયેલ અને હમાસ યુધ્ધ પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.આ બંને દેશો આ યુધ્ધ પર શું નિવેદન આપે છે તેના પર દુનિયાની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, હમાસ સાથેના યુધ્ધમાં અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયેલને ટેકો આપ્યો છે.અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન પોતે આવતીકાલે ઈઝરાયેલ જઈ રહયા છે.જેને લઈને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યુ છે કે, ઈઝરાયેલ અને હમાસ જંગનો ફાયદો ઉઠાવવા માંગનારા તત્વોને બાઈડન સ્પષ્ટ સંદેશ આપશે.


Google NewsGoogle News