Get The App

બાયડેને અચાનક પ્રેસ બોલાવી : ચૂંટણી, અર્થતંત્ર બેકારી અને મધ્ય પૂર્વ અંગે સ્પષ્ટતાઓ કરી

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
બાયડેને અચાનક પ્રેસ બોલાવી : ચૂંટણી, અર્થતંત્ર બેકારી અને મધ્ય પૂર્વ અંગે સ્પષ્ટતાઓ કરી 1 - image


- માનો, ન માનો પરંતુ કશું રંધાઈ રહ્યું છે

- ટ્રમ્પનાં કથનો અંગે સૌને ચેતવ્યા : છેલ્લામાં છેલ્લો જોબ રીપોર્ટ કહ્યો : પરંતુ સૌથી વધુ ભાર મધ્ય પૂર્વની પરિસ્થિતિ ઉપર મૂક્યો

વૉશિંગ્ટન : પ્રમુખ જો બાયેડને શુક્રવારે સાંજે અચાનક પ્રેસ કોન્ફરન્સ (પ્રેસ) બોલાવી. તેમાં તેઓએ છેલ્લામાં છેલ્લો સકારાત્મક જોબ રીપોર્ટ રજૂ કર્યો, તેમજ ગોદી કામદારોની હડતાલના વચગાળાના ઉકેલની વાત કરી તથા આ વર્ષે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી અંગે પણ વાત કરી. પરંતુ, સૌથી વધુ ભાર તો તેઓએ મધ્ય પૂર્વની વિસ્ફોટક બની રહેલી પરિસ્થિતિ ઉપર મુક્યો હતો.

તેઓએ પ્રેસને કરેલાં આ સંબોધનમાં આ વર્ષે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી ન્યાયી સરળ અને શાંતિમય રહેશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કહ્યું હતું કે સંભવત: ડોનાલ્ડ ટ્રમ્પને પરાજયની ગંધ આવી જ ગઈ હશે તેવી તે તેમનાં પ્રવચનોમાં ઉગ્ર અને અણછાજતા શબ્દ પ્રયોગો કરી રહ્યા છે. આ પૂર્વેનાં ચૂંટણી પરિણામો આવ્યા પછી તેઓને જગાવેલી ધમાલ જેવી ધમાલ ધાંધલ ફરી ન કરે તેવી આશા રાખીએ.

બેકારીના પ્રશ્ને તેઓએ કહ્યું કે દેસમાં ૨,૫૪,૦૦૦ નવી નોકરી ઉભી થઇ છે જે બેકારીમાં થયેલો ૪.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે આ આંકાડા અંગે બાયડેનની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીની પ્રતિસ્પર્ધી રીપબ્લિકલ પાર્ટીએ ખોટા કહ્યા હતા.

રીપબ્લિકન સેનેટર માર્કો રૂબિઓએ ત્યાંના ઠ પોસ્ટ પર લખ્યું. બાયડેન હેરિસ સરકારે રજૂ કરેલો આ એક વધુ બનાવટી રીપોર્ટ છે, પરંતુ આવા બનાવટી રીપોર્ટસથી દુનિયા છેતરાવાની નથી.

પ્રમુખ જો બાયડેને મધ્ય પૂર્વની પરિસ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ઇરાનનાં ન્યુક્લિયર રીએકટર્સ ઉપર હુમલો કરવાની આપેલી સલાહ તદ્દન અયોગ્ય છે. તેથી અતિ ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ શકે. તે તો સર્વવિદિત છે. તેણે (એટમિક રીએક્ટર્સ પર હુમલો કરવાને બદલે) અન્ય વિકલ્પો શોધવા જોઇએ.

પ્રમુખ બાયડેને, આ સાથે ઉપપ્રમુખ, અને પ્રમુખ પદની ચૂંટણીનાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસની દેશની આંતરિક બાબતો અંગેની નીતિ તથા વિદેશનીતિની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મારૂં તેને સંપૂર્ણ સમર્થન છે.

તે જે હોય તે પરંતુ બાયડેને અચાનક બોલાવેલી પ્રેસ ઉપરથી વિશ્લેષકો એવું મંતવ્ય દર્શાવે છે કે બાયડેને ભલે અર્થતંત્ર, બેકારી વગેરેની વાત કરી હોય, પરંતુ તેવું સ્પષ્ટ લાગે છે કે (મધ્ય પૂર્વ અંગે) કશું કૈ રંધાઈ રહ્યું છે.


Google NewsGoogle News