બાઈડેન ભૂલ્યાં ભાન! સ્ટેજ પર ઊભી મહિલાને પત્ની સમજી કિસ કરવા આગળ વધ્યાં, જુઓ પછી શું થયું

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
બાઈડેન ભૂલ્યાં ભાન! સ્ટેજ પર ઊભી મહિલાને પત્ની સમજી કિસ કરવા આગળ વધ્યાં, જુઓ પછી શું થયું 1 - image


Image: Facebook

Joe Biden Video Viral: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આરોગ્ય પર છેલ્લા અમુક સમયમાં સતત સવાલ ઉઠી રહ્યાં છે. આવા સવાલોએ એક વાર ફરીથી જોર પકડ્યુ છે. તેનું કારણ બાઈડનનો એક નવો વીડિયો છે. એક્સ પર સામે આવેલા એક વીડિયોમાં બાઈડન સ્ટેજ પર એક મહિલા તરફ જતાં જોવા મળી રહ્યાં છે. આ સમયે તેમના પત્ની જીલ આવીને તેમને રોકે છે અને માઈકની તરફ જવા માટે કહે છે. વીડિયો શેર કરતાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાને બાઈડન ઓળખી શક્યા ન હતા. તેઓ આ મહિલાને પોતાના પત્ની જીલ સમજી બેઠાં હતાં અને સ્ટેજ પર જ કિસ કરવાના હતાં. 

બાઈડનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને હજારો યુઝર્સે આની પર કમેન્ટ કરી છે. યુઝર્સે સવાલ કર્યો છે કે જો આ પોતાની પત્નીને ઓળખી શકી રહ્યાં નથી તો દેશ કેવી રીતે ચલાવશે. ઘણા યુઝર્સે આ વર્ષે થનારી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી બાઈડનની ઉમેદવારી પર પણ સવાલ કર્યાં છે. યુઝર્સે કહ્યું છે કે તેમના સ્વાસ્થ્યને જોતાં તેઓ રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર ન હોઈ શકે. બાઈડનનો આ વીડિયો કેટલો જૂનો છે, તે સ્પષ્ટ નથી. હાલ બાઈડન કોરોના પોઝિટીવ થયા બાદ પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે.

બાઈડન સ્ટેજ પર ઘણી વખત અજીબ હરકત કરી ચૂક્યા છે

છેલ્લા અમુક સમયમાં એક બાદ એક એવી ઘટના થઈ છે, જેનાથી બાઈડનના આરોગ્ય પર સવાલ ઊભા થયા છે. જૂનમાં ઈટલીમાં અત્યારે જી-7 સમિટ દરમિયાન બાઈડનનો એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં જોવામાં આવ્યું હતું કે જ્યારે તમામ નેતાઓનો ગ્રૂપ ફોટો થઈ રહ્યો હતો તો તેઓ એક બીજી જ દિશામાં જતાં રહ્યાં હતાં. બાઈડનનું એક અલગ દિશામાં જતાં રહેવા પર ઈટલીના પીએમ મેલોનીએ તેમની મદદ કરતાં તેમને પાછા ફોટો માટે બોલાવ્યા હતાં. 

અમેરિકામાં પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પની સામે બાઈડને સંતુલન ગુમાવ્યુ હતું. અમુક સેકન્ડ માટે સમજાય રહ્યું નહોતું કે તેઓ શું બોલી રહ્યાં છે. તેનાથી 81 વર્ષના બાઈડનના આરોગ્ય પર ઘણા સવાલ છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી રેસથી હટવાનો નિર્ણય લઈ શકે છે. બાઈડન પર તેમની પાર્ટીના ઘણા સીનિયર નેતાઓ તરફથી ચૂંટણી મેદાનથી હટવાનું દબાણ નાખવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડન ઉમેદવાર રહે છે તો તેમની હાર થઈ શકે છે.


Google NewsGoogle News