બાયડેન બાંગ્લાદેશની પરિસ્થિતિ પર બરોબર ધ્યાન રાખે છે : તે માટે યુનુસ સરકારને જવાબદાર માને છે
બાંગ્લાદેશમાં ધાર્મિક અને જાતીય લઘુમતિઓની સ્થિતિ ઘણી ગંભીર છે, તેઓનાં રક્ષણ માટે સરકારને વારંવાર કહેવામાં આવ્યું છે : જ્હોન કિર્બી
વોશિંગ્ટન: પ્રમુખ જો બાયડેન બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર બરોબર ધ્યાન રાખે છે, અને તે માટે બાયડેન સરકાર યુનુસ સરકારને પૂરી જવાબદાર માને છે. તેમ અમેરિકાના નેશનલ સિક્યુરિટી કોમ્યુનીકેશન્સ એડવાઇઝરી જ્હોન કિર્બીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
તેઓએ વધુમાં કહ્યું, અમે અત્યારે ત્યાં રચાયેલી મધ્યાન (વચગાળાની સરકારને તે માટે જવાબદાર માનીએ જ છીએ.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પદભ્રષ્ટ કરાયા ત્યાં લગભગ અરાજકતા અને અંધાધૂંધી ફેલાઈ રહ્યાં છે અને હિન્દૂઓ ઉપરાંત ખ્રિસ્તીઓ, બૌદ્ધો વગેરે લઘુમતિઓ ઉપર હુમલાઓ થઈ રહ્યાં છે. શેખ હસીનાએ દેશ છોડી ભારતમાં રાજ્યાશ્રય લીધો છે.
આ પછી સમગ્ર બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર હુમલા થતા જ રહે છે. હજુ સુધીમાં આવા ૨૦૦થી વધુ હુમલા નોંધાયા છે. સરકાર તરફથી લઘુમતિઓની સલામતીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. દુનિયાભરમાંથી યુનુસ સરકાર ઉપર પસ્તાળ પડી રહી છે. યુનુસ અમેરિકા આવ્યા ત્યારે બાયડેન માત્ર બે મિનિટ જ તેઓને મળ્યા હતા.