બાયડેન-હેરિસે ડેમોક્રેટ ડોનર્સનો આભાર માન્યો કહ્યું પડયા પછી પણ તુર્તજ ઊભા થવું જોઈએ
- તમે સાથે ઉભા રહ્યા : ઘરો પણ ખોલી આપ્યાં તમોએ તમારા મિત્રોને પણ અમને મત આપવા કહ્યું તે માટે આભારી છું : કમલા હેરિસ
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત માસે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને અઢળક અનુદાનો કરવા માટે ડેમોક્રેટ ડોનર્સનો આભાર માન્યો હતો.
પ્રમુખ બાયડેન અને ઉપપ્રમુખ હેરિસના ડેમોક્રેટિક પાર્ટીએ રવિવારે યોજેલા વિદાય સમારંભમાં બંને પોતાના જીવનસાથીઓ સાથે ઉપસ્થિત હતા. આ સમારોહ ડેમોક્રેટિક નેશનલ કમિટીએ યોજ્યો હતો તે સમયે આપેલા ટૂંકા પ્રવચનમાં પ્રમુખ બાયડેને કહ્યું હતું. આપણે પડી પણ જઈએ, પરંતુ મારા પિતાશ્રી કહેતા તમે પડી જાવ છતાં તુર્તજ ઉભા થઈ જવું. બાયડેને વધુમાં કોઈ પણ વ્યક્તિનું કે પાર્ટીનું પ્રમાણ તે કેટલી ઝડપથી બેઠા થાવ છો તેની ઉપર છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટસને એકંદરે ૨.૯ બિલિયન ડોલર્સ મળ્યા હતા. જ્યારે રીપબ્લિકન્સનો ૧.૮ બિલિયન ડોલર્સ મળ્યા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં ડેમોક્રેટસને ૭૦૦ બિલિયન ડોલર્સ મળ્યા હતા.
આ સમારોહમાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો અને સમર્થકોને સંબોધતાં કમલા હેરિસે કહ્યું, 'તમે સાથે ઉભા રહ્યા, ઘરો પણ ખોલી આપ્યાં તમોએ તમારા કુટુમ્બીજનો અને મિત્રોને અમોને મત આપવા કહ્યું તે માટે તમારા સર્વેની આભારી છું.'