9/11 હુમલાની 23મી સંવત્સરીએ બાયડેન, હેરિસ અને ટ્રમ્પે સાથે રહી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
9/11 હુમલાની 23મી સંવત્સરીએ બાયડેન, હેરિસ અને ટ્રમ્પે સાથે રહી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પી 1 - image


- વિશ્વ રાજકારણે તે દિવસે પલટો લીધો : બેનઝીર ભુટ્ટો

- સપ્ટેમ્બર 11, 2001ના દિને ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટિવન ટાવર્સ પર વિમાનો અથડાવી અલ કાયદા આતંકીઓએ ભસ્મ કર્યા

ન્યૂયોર્ક : ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ૯/૧૧ ની ૨૩મી સંવત્સરીએ અમેરિકાના પ્રમુખ જો બાયડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક મહાનુભાવો તથા અસંખ્ય જન સામાન્યએ દિવગંતોને ભાવવાહી શ્રધ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર અમેરિકા શોકાઘાતમાં ડૂબી ગયું હતું. આ ઘટના અંગે પાકિસ્તાનનાં દિવંગત વડાપ્રધાન બેનઝિર ભૂટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, '૯/૧૧ની દુર્ઘટનાએ વિશ્વ રાજકારણમાં પલટો લાવી દીધો છે.'

આ સ્થળે તે દુર્ઘટનામાં દિવંગત થયેલાઓના સગા-સંબંધીઓ, મિત્રો, સહકાર્યકરોએ શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમજ તે ભયંકર દુર્ઘટનામાં બચી ગયેલા કેટલાકે પણ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

સવારે ૮ વાગે યોજાયેલા આ કાર્યક્રમ સમયે સૌ કોઈએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

આ દુર્ઘટનામાં દિવંગત  થયેલાઓના કુટુંબીજનો તથા મિત્રોએ કહ્યું હતું કે, અમારે ન્યાય જોઈએ છે, આ દુર્ઘટના માટે જવાબદારોને શોધી તેઓને સખત નશ્યત કરવામાં આવે તેમ ઇચ્છીએ છીએ.

૯/૧૧ના દિને દિવંગત થયેલા બાર્બારા પી. વેલ્શના પુત્રી, વેલ્શ ડી મારિઝોએ કહ્યું, આ ઘટનામાં દિવંગત થયેલાઓમાં (વેર વાળવા) કોણ હીરો બનવા તૈયાર છે ? અમારે તેથી પણ વધુ (શ્રધ્ધાંજલિ પણ વધુ)ની આશા રાખીએ છીએ.

પ્રમુખ જો બાયડેન ઉપપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત સૌએ શ્રધ્ધાંજલિ અર્પી, તે પૂર્વે ત્રણે સશસ્ત્ર દળોની ટુકડીઓ તથા મરીન્સે, પ્રેઝન્ટ આર્મ્સ કરી ઇન્મર્સ-આર્મ્સ કર્યાં સાથે બ્યુગલ ઉપર લાસ્ટ પોસ્ટ ફૂંકવામાં આવ્યું. પછી મહાનુભાવોએ શ્રધ્ધાંજલિ અર્પી તે પછી જન સામાન્યએ કતારબંધ રહી એક પછી એક પુષ્પ ગુચ્છો મુકતા ગયા. સાથે અમેરિકાના નાના રાષ્ટ્રધ્વજો મુકતા ગયા.

વાતાવરણ તે સમયે સહજ રીતે જ ગંભીર, શોકાતુર બની રહ્યું.

ઉલ્લેખનીય છે કે તે શ્રધ્ધાંજલિ સમયે બાયડેને ટ્રમ્પની લીલી કેપ પહેરી હતી અને જણાવ્યું કે, આ એકતા દર્શાવે છે.


Google NewsGoogle News