ચૂંટણી પૂર્વે બાઇડેનનો 5 લાખ ગેરકાયદે પ્રવાસીને નાગરિકતા આપવાનો પ્લાન! ભારતીયોને થશે ફાયદો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પૂર્વે બાઇડેનનો 5 લાખ ગેરકાયદે પ્રવાસીને નાગરિકતા આપવાનો પ્લાન! ભારતીયોને થશે ફાયદો 1 - image


US President Election News | અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન જલદી જ એક મોટું એલાન કરવાની તૈયારીમાં છે. જેના લીધે દસ્તાવેજ વિના અમેરિકામાં રહેતા નાગરિકોના પાર્ટનરને અમેરિકાની નાગરિકતા મળવી સરળ બની જશે. તેની મદદથી અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને પણ ફાયદો થશે. 

કોને થશે ફાયદો? 

માહિતી અનુસાર આ પ્રોટેક્શન એ ગેરકાયદે પ્રવાસીઓ માટે હશે જે અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે પણ તેમણે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે. તેનાથી આવા લોકો માટે વર્કિંગ પરમિટ અને નાગરિકતા મેળવવી વધુ સરળ બની જશે. પેરોલ ઈન પ્લેસ નામના આ પ્રોગ્રામથી આશરે 5 લાખ એવા ગેરકાયદે પ્રવાસીઓને ફાયદો થશે જે અયોગ્ય રીતે અમેરિકામાં રહે છે. તેમને ડિપોર્ટ નહીં કરવામાં આવે. 

પેરોલ ઈન પ્લેસ પ્રોગ્રામ શું છે? 

આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય દસ્તાવેજ વિના રહેતા ગેરકાયદે પ્રવાસીઓ માટે ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. ગેરકાયદે દસ્તાવેજ ધરાવનાર પતિ કે પત્નીને અલગ અલગ બાબતોના આધારે વર્ક પરમિટ મેળવવાની પણ મંજૂરી મળી શકે છે. 

અમુક શરતોનું પાલન કરવું પડશે

જોકે તેના માટે અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. જેમ કે નાગરિકતા એ જ ગેરકાયદે અપ્રવાસીને મળશે જે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા બાદ ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતું હોય. તેની મદદથી એવા ગેરકાયદે અમેરિકામાં રહેતા અપ્રવાસીના બાળકોને પણ ગ્રીન કાર્ડ કે નાગરિકતા મેળવવાની તક મળશે જેમના માતા કે પિતાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હશે. 

ચૂંટણી પૂર્વે બાઇડેનનો 5 લાખ ગેરકાયદે પ્રવાસીને નાગરિકતા આપવાનો પ્લાન! ભારતીયોને થશે ફાયદો 2 - image


Google NewsGoogle News