હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસી સહિત 19ને બાયડેને અમેરિકાનું સર્વોચ્ચ પારિતોષિક આપ્યું
અમેરિકા તથા વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને આ પારિતોષિક અપાય છે : તે સમારોહમાં પ્રમુખ ભાવુક બની રહ્યા
જે વ્યક્તિઓએ અમેરિકામાં કે વિશ્વસ્તરે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય તેઓને આ પારિતોષિક આપવામાં આવે છે. લીયોનસ મેસી વ્યસ્ત હોવાથી રૂબરૂમાં આ મેડલ સ્વીકારવા અહીં આવી શક્યા ન હતા.
આ સમારોહ સમયે હિલેરી ક્લિન્ટન પતિ અને પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત કેટલાયે મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ સમેય આપેલાં પોતાનાં ટૂંકા વક્તવ્યમાં પ્રમુખ બાયડેને કહ્યું હતું જ્યારે જ્યારે અન્યોની સેવા કરવાની વાત આવે છે ત્યારે ત્યારે તમો આગળ આવ્યાં છો. સહાયની તે બૂમનો તેમ જવાબ આપ્યો છે, અને અન્યોને તે કાર્યમાં જોડયાં છે. તેઓનું નેતૃત્વ લીધું છે. વિશ્વના અજ્ઞાાત ખૂણા સુધી તમોએ દ્રષ્ટિ પહોંચાડી છે. તમોને બહુમાન આપતાં હું પોતે મને બહુમાન્ય માનુ છું. આ મારૂં પ્રમુખ તરીકેનું અંતિમ જાહેર કૃત્ય બની રહ્યું છે. આટલું કહેતાં પ્રમુખ થોડા ભાવુક પણ બની ગયા હતા.