સત્તા પરિવર્તન પહેલા અમેરિકામાં હલચલ! બાઈડેન અને હેરિસે અચાનક રદ કરી ક્રિસમસ ટ્રીપ
US Politics: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન અને ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસે અચાનક પોતાની રજાનો પ્લાન રદ કરી દીધો છે. અમુક અહેવાલ અનુસાર, તેનાથી વ્હાઇટ હાઉસમાં કટોકટીની સ્થિતિની અટકળોને બળ મળ્યું છે. મળતી માહિતી મુજબ, જો બાઇડેને ડેલાવેયરમાં પોતાની નાતાલ ઉજવણીનું આયોજન રદ કરી દીધું છે અને તે વ્હાઇટ હાઉસ પરત ફરી ગયા છે. જોકે, ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસે જાહેરાત કરી કે, તે કેલિફોર્નિયાની યાત્રા નહીં કરે.
વ્હાઇટ હાઉસમાં કટોકટી?
ગુરૂવારે મોડી રાત્રે બાઇડેન, ફર્સ્ટ લેડી જિલ બાઇડેન સાથે પોતાના કાફલા સાથે ઝડપથી નીકળતા જોવા મળ્યાં હતાં. જોકે, વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ મામલે ઘણાં પ્રકારની અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ઈરાનથી ઓઈલ ખરીદવાની સજા! અમેરિકાએ ભારત સહિત 4 દેશની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો
સોશિયલ મીડિયા પર યુઝર્સે કર્યાં સવાલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમુક યુઝર્સે અનુમાન લગાવ્યું કે, વ્હાઇટ હાઉસમાં કોઈ કટોકટી છે, જેના કારણે બાઇડેન અને કમલા હેરિસે પોતાનો નાતાલનો પ્લાન રદ કરવો પડ્યો. અહેવાલ અનુસાર, 'કમલા હેરિસે અચાનક કેલિફોર્નિયાની પોતાની યાત્રા રદ કરી દીધી અને વ્હાઇટ હાઉસ તરફથી રવાના થઈ ગયાં. બાઇડેન પણ હાલ ડીસી પરત ફર્યા છે. જોકે, નાતાલ પછી પણ તેમની ડેલાવેયરમાં રહેવાની આશા હતી.'