ગન વેચવા અંગે બાયડેન તંત્રનો નવો કાનૂન ટેકસાસમાં અમલ ન થઈ શકે : ફેડરલ કોર્ટ
- લુઈઝિયાના, મીસીસીપી અને ઉટાહમાં તે કાનૂન અમલી નથી
- આ કાનૂન પ્રમાણે ગન વેચનારે ખરીદનારની પાશ્ચાદ ભૂમિકા જાણવી અનિવાર્ય ગણાઈ છે
ઓસ્ટિન, (ટેકસાસ) : ૧૯મી સદીના પ્રારંભે ટેકસાસમાં યુ.એસ. રચનારાં ૧૩ રાજ્યોના રાષ્ટ્રે (યુ.એસ.એ.એ.) પશ્ચિમ અને દક્ષિણમાં આગળ વધવાનું શરૂ કર્યું તે સમયે ટેકસાસ તો મનામા-લેન્ડ (આવતીકાલની ભૂમિ) કહેવાતું હતું. તે સમયે તે મેસિકોના હાથમાંથી ખૂંચવી લેવાયું તેમજ તેની પશ્ચિમનું રાજ્ય પણ ખૂંચવી લેવાયું તેને ન્યૂ-મેસિકો નામ અપાયું. ૧૯મી સદીના પ્રારંભે ટેકસાસમાં કોઈ કાનૂન પહોંચી શકે તેમજ નહતો. તેને માટે કહેવાતું ટેકસાસ-ધીમનામા લેન્ડ-વ્હેર મેન કેન સર્વાઈ બાય રાઈડીંગ ફાસ્ટ એન્ડ શૂટિંગ ફાસ્ટર ગન કલ્ચર તો અમેરિકાનાં લોહીમાં વહી રહ્યું છે. તે શેનું જાય ? બહુ થોડાને ખબર હશે કે પ્રથમ વિશ્વયુદ્ધ સમયના અમેરિકાના પ્રમુખ થીઓડોર રૂઝવેલ્ટ (ટેડી-રૂઝવેલ્ટ) અમેરિકામાં ફાસ્ટેસ્ટ શૂટ હતાં.
૧૯મી સદીના પ્રારંભે તો ટેકસાસ નો મેન્સ લેન્ડ હતું. તેનું કલ્ચર જ ગન કલ્ચર હતું. માત્ર ટેકસાસ જ નહીં, સમગ્ર અમેરિકાનું કલ્ચર ગન-કલ્ચર હોય તેવું લાગે છે.
બાયડેન વહીવટી તંત્રે એક કાનૂન ઘડયો જેમાં ગન વેચનાર માટે ખરીદનારની પાશ્ચાદભૂમિકા માગી લેવી ફરજિયાત ગણવામાં આવે છે. આ કાનૂને પહેલાં ડીસ્ટ્રિક્ટ જજ મેથ્યુ, કાકમેટિકે તે કાનૂનને સોમવારે જ રદ્દ કર્યો હતો.
આ કાનૂન સામે ગન વેચનારાઓનાં ફેડરેશન ગનઓનર્સ એસોસિએશન ઓફ અમેરિકા તેમજ કેટલાંયે ગન-રાઈટસ ગુ્રપે વિરોધ કર્યો. તેઓને ભીતિ હતી કે જે મુક્તિ ગઈકાલ સુધી (રવિવાર સુધી) મળતી હતી તે એકાએક સોમવારે છીનવી લેવામાં આવશે, તેટલું જ નહીં પરંતુ તે કાનૂનમાં સંભવત: દીવાની કેસ કરાઈ ભારે દંડ કરવામાં આવશે કે ફોજદારી કાર્યવાહી પણ કદાચ કરવામાં આવે તેથી આ ગન ટ્રેડર્સ અને ગન ઓનર્સ રાઈટ ગૂ્રપની ફરિયાદમાં તથ્ય છે. માટે આ કાનૂન રદ્દ કરવાને પાત્ર છે તેમ ડોનાલ્ડ ટ્રમ્પે નિયુક્ત કરેલા જજ મેથ્યુ કેકસમેરિકે કાનૂન રદ જાહેર કરતાં સોમવારે જણાવ્યું હતું.
આ કાનૂન વિરુદ્ધ દલીલ કરનારા ગન રાઈટસ ગુ્રપ અને ગન ઓનર્સ ઓફ અમેરિકા તથા ગન ટ્રેડર્સના વકીલોએ તેમની રજૂઆતમાં કહ્યું હતું કે આ કાનૂન લૂઈઝિયાના, મીસીસીપી અને ઉટાહમાં તો અમલી નથી જ માટે ટેકસાસમાં પણ તે અમલી કરી શકાય નહીં. આ સામેની અપીલ પણ ફેડરલ કોર્ટે નકારી કાઢી હતી.
ટૂંકમાં ગન કલ્ચર જેનાં લોહીમાં વહી રહ્યું છે તેમાં અમેરિકામાં ગન કલ્ચર ચાલુ જ રહેશે. તેમ લાગે છે. પછી ભલે બંદૂક ધારીઓ શાળાઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરે, શાળાઓનાં બાળકોને બચાવનાર શિક્ષક શિક્ષિકાઓને ચારણી જેમ વિંધી નાખે બાળકો પૈકી પણ કેટલાંક નિધન પામે છતાં ગન કલ્ચર ચાલુ જ રહેશે. અનેકવાર અમેરિકામાં લોહી નીતરતો સૂરજ ઉગતો રહેશે.