પોતાના જ દેશમાં ઘેરાઈ ગયેલા પુતિન મહિલાઓએ માર્યો ખોલ્યો : યુવાનો દેશ છોડી નાસી રહ્યા છે
- એક મહિલાએ કહ્યું અમારા પુરુષોને વદ્ય કરવાની સીમાએ મોકલાય છે, 200 દુશ્મનો સામે પાંચ પુરુષો છે, જે કતલખાને મોકલવા સમાન જ છે
મોસ્કો : યુક્રેન યુદ્ધનો અંત દેખાતો નથી. રોજેરોજ બંને તરફ લાશો પડી રહી છે. તેવામાં રશિયન મહિલાઓએ હજ્જારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉતરી હાથમાં પ્લેકાર્ડઝ સાથે પુતિન સામે વિરોધ પ્રદર્શિત કરી રહી છે. તેમણે રીતસર પુતિનને 'ઘરો' જ નાખ્યો છે, તો બીજી તરફ સેંકડો યુવાનો દેશ છોડી ચાલ્યા ગયા છે.
મહિલાઓએ તેમનાં પ્લેકાર્ડઝમાં લખ્યું છે કે તેમના પુત્રો અને પુરુષોને પૂરી લશ્કરી તાલીમ આપ્યા સિવાય જ રણમોરચે મોકલી દેવાય છે. ૧૦૦ દુશ્મનો વચ્ચે માત્ર પાંચ પુરુષો ઘેરાઈ જાય છે. આ તો તેમને કતલખાને મોકલવા સમાન છે.
અમારા પુરુષોને વધ થવા માટે ન મોકલો.
CNN ના રીપોર્ટ પ્રમાણે, સ્વતંત્ર રશિયન ટેલીગ્રામ ચેનલ SOTAએ પ્રસિદ્ધ કરેલા એક વિડીયોમાં એક મહિલા તેને કહેતી જણાય છે કે સપ્ટેમ્બરથી તો સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ શિક્ષણ અપાય છે. અમારા પ્રિયજનોને હુમલામાં જોડાવા માટે ફરજ પડાય છે.
મહિલાના હાથમાં શમેલાં પ્લેકાર્ડમાં રશિયન ભાષામાં લખ્યું છે. ૫૮૦ સેપરેટ હોવિત્ઝર આર્ટીલરી ડીવઝન ડેઈટ ૧૧ માર્ચ ૨૦૨૩.
વિડીયો ક્લીપમાં એક મહિલા તેમ કહેતી દેખાય છે કે અમારા પુરુષોને વધ કરવા જ સીમા ઉપર 'ગન-ફોડર' ખોરાકી બનવા મોકલી દેવાય છે. ૧૦૦ દુશ્મનો સામે એક સમયે તો માત્ર પાંચ જ રશિયન જવાનોને મોકલાયા હતા. આ તો તેમને કસાઈઓને મોકલવા જેવું છે. આમ પુતિન પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે.