ઈઝરાયલમાં નેતન્યાહુ સામે રોષ, લાખો લોકો રસ્તા પર ઊતર્યા, હમાસ સામે નિષ્ફળ થવાનો આરોપ
Israel-Hezbollah War : ઈરાનના સમર્થન આપતા આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ ઈરાન પર 300થી વધુ રૉકેટ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ પોતાના દેશમાં જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલી નાગરિકો ભડક્યા છે અને તેમણે નેતન્યાહુપર મુકેલો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે.
નેતન્યાહુપર દેખાવકારો અને વિપક્ષો ભડક્યા
મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલમાં લાખો લોકો નેતન્યાહુવિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી આંદોલન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ હમાસ વિરુદ્ધ નિષ્ફળતા જતા દેખાવકારો તેમની ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં આમાં વિપક્ષોએ પણ જંપ લાવ્યું છે અને દેશમાં ફરી ચૂંટણી કરાવવાની માંગ શરૂ કરી દીધી છે. ઈઝરાયેલી નાગરિકો ગાઝા સહિત દેશમાં ચાલી રહેલા ખૂની ખેલ અંગે નેતન્યાહૂને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, જો નેતન્યાહૂએ પહેલા સમજદારી દાખવી હોય તો આટલું નુકસાન ન થયું હોત.
હિઝબુલ્લાનો ઈઝરાયેલના 11 ઠેકાણા પર હુમલો
લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ કમાન્ડર ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા ઈઝરાયેલના 11 ઠેકાણાઓ પર જબરદસ્ત હુમલો કર્યો હતો. ઈઝરાયેલી મીડિયાના જણાવ્યા મુજબ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર 300થી વધુ રૉકેટ મારો કર્યો હોવાનો દાવો કર્યો છે. તો આઈડીએફનું કહેવું છે કે, હિઝબુલ્લાએ 200થી વધુ હુમલા કર્યા, જેમાંથી કેટલાક રૉકેટ નષ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક રૉકેટ ઈઝરાયેલી જમીન પર પડ્યા છે, જેમાં ઘણા સ્થળોએ નુકસાન થયું છે અને કેટલાકના મોત પણ થયા છે.
ઈઝરાયેલનો હિઝબુલ્લા પર વળતો હુમલો
હિઝબુલ્લાએ આજે (25 ઓગસ્ટ) હુમલો કર્યા બાદ ઈઝરાયેલે વળતો જવાબ આપી 100થી વધુ રૉકેટ છોડી કહેર વરસાવ્યો છે. હિઝબુલ્લાએ કહ્યું હતું કે, ઈઝરાયેલની અંદર બેરેક અને સંરક્ષણ સ્થળો પર હુમલો કરવાનો આ અમારો પ્રથમ તબક્કો હતો. અમારા ડ્રોનથી યોજના મુજબ હુમલા કરાયા. અમે 11 લક્ષ્યો નક્કી કર્યા હતા, જેમાં ત્રણ આઈડીએફ બેઝ, ગોલાન હાઈટ્સમાં બે બેઝ, ત્રણ બેરેક અને ઘણા સંરક્ષણ સ્થળો સામેલ છે.
બળવા બાદ નેતન્યાહુઢીલા પડ્યા
હજારો ઈઝરાયેલીઓ ફરી રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને નવેસરથી ચૂંટણી કરાવવા માંગ કરી રહ્યા છે. બંધક બનાવાયેલા પરિવારોએ તેલ અવીવના બંધક ચોક પર સાપ્તાહિક રેલી કાઢી હતી. સરકાર છ બંધકોને છોડાવવામાં નિષ્ફળ જતા રેલીમાં સામેલ લોકોએ નેતન્યાહૂની ટીકા કરી હતી. થોડા દિવસો પહેલા જ ગાઝામાંથી બંધકોના મૃતદેહો મળી આવ્યા હતા.