Get The App

નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી, એક પછી એક રાજનેતાઓના રાજીનામા

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
Benjamin Netanyahu


Israel Hamas Ceasefire:  15 મહિના બાદ જ્યાં એક તરફ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો છે અને 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ શરુ પણ થઇ ગયો છે. તો બીજી તરફ હમાસ સાથે યુદ્ધવિરામ માટે લંબાયેલો હાથ વડા પ્રધાન નેતન્યાહુ માટે મુશ્કેલ બની શકે છે. યુદ્ધવિરામથી નાખુશ, નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.

ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ ગઠબંધન સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી રહી છે. નેતન્યાહુ સરકારના મંત્રીઓ જે રીતે આ ડીલની વિરૂદ્ધ ઉભા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડીલ નેતન્યાહુની ગાદી પર અસર કરી શકે છે.

હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નેતન્યાહુ સરકારના મંત્રીઓ નારાજ 

નેતન્યાહુ સરકારના ઘણા મંત્રીઓ હમાસ સાથેના યુદ્ધવિરામ કરારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. હમાસ અને ઇઝરાયલ સરકાર વચ્ચેના યુદ્ધવિરામ કરારના વિરોધમાં ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે

માત્ર રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઇટામર બેન-ગવીર જ નહીં પરંતુ તેમની રાષ્ટ્રવાદી-ધાર્મિક પાર્ટી ઓત્ઝમા યેહુદિતના અન્ય બે મંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. આ સાથે ઓત્ઝમા યેહુદિત પાર્ટીએ પણ નેતન્યાહુની ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. આ રાજીનામાઓ સામે આવ્યા બાદ નેતન્યાહુના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં તણાવ વધી ગયો છે. જો ગઠબંધન સરકારના મંત્રીઓ પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો નેતન્યાહુ માટે પોતાની સત્તા બચાવી રાખવી મુશ્કેલ બનશે.  

ઓત્ઝમા યેહુદિત પક્ષે યુદ્ધવિરામ કરારની 'હમાસ પ્રત્યે  શરણાગતિ' તરીકે ટીકા કરી. આ સાથે જ પાર્ટીએ એમ પણ કહ્યું કે આ 'સેંકડો હત્યારાઓની મુક્તિ' છે અને તેની નિંદા કરી. પાર્ટીએ દાવો કર્યો છે કે આનાથી ગાઝામાં ઈઝરાયલી સેનાની ઉપલબ્ધિઓમાં ઘટાડો થયો છે. 

નેતન્યાહુ સરકારને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

મંત્રીના રાજીનામાથી ચોક્કસપણે નેતન્યાહુની ગઠબંધન સરકાર નબળી પડી છે. જો બેન-ગવીરની જેમ અન્ય  સાંસદો પણ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો વડા પ્રધાન તેમની બહુમતી ગુમાવી શકે છે, સંભવિતપણે વહેલી ચૂંટણીની ફરજ પાડી શકે છે. ઇટામર બેન ગ્વીરના સમર્થન બાદ જ નેતન્યાહુ વડાપ્રધાન બની શક્યા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે તેમના રાજીનામા બાદ નેતન્યાહુનું વડાપ્રધાન પદ પણ જોખમમાં આવી શકે છે.

આ પણ વાંચો: યુદ્ધના અંતની શરૂઆત! 471 દિવસ બાદ 3 ઈઝરાયલી બંધક મુક્ત, 90 પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ

યુદ્ધવિરામથી છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલી હિંસાનો અંત આવ્યો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 16 જાન્યુઆરી 2025ના રોજ યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. આ પછી, રવિવાર એટલે કે 19 જાન્યુઆરીથી બંને વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો અને ધીમે ધીમે લોકોને મુક્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ યુદ્ધવિરામથી છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલી હિંસાનો અંત આવ્યો છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે 7 ઑક્ટોબર, 2023 ના રોજ યુદ્ધ શરૂ થયું, ત્યારબાદ સતત હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. આ યુદ્ધના કારણે ગાઝામાં ભારે તબાહી જોવા મળી રહી છે.

નેતન્યાહુની સત્તા ડામાડોળ! હમાસ સાથે ડીલ મોંઘી પડી, એક પછી એક રાજનેતાઓના રાજીનામા 2 - image



Google NewsGoogle News