war updates | યુદ્ધવિરામનો અંત, ઈઝરાયલી સૈન્યએ હમાસને જવાબદાર ગણાવી શરૂ કર્યા હુમલા
બંધકોની આપ-લે બાદ યુદ્ધવિરામની સમજૂતી આગળ ન વધી શકી
ઈઝરાયલે કહ્યું - હમાસે અમારી જમીન પર હુમલો કર્યો છે
Israel vs Hamas war Updates | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધવિરામની સ્થિતિ જોવા મળી રહી હતી અને હવે ફરી યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. ઈઝરાયલી સૈન્યએ કહ્યું છે કે અમે ગાઝામાં ફરી એકવાર કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હમાસના સભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
યુદ્ધવિરામ પર સહમતિ ન બની
બંધકોની આપ-લે વચ્ચે થોડાક દિવસો સુધી યુદ્ધવિરામ બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે આગળ યુદ્ધવિરામને જારી રાખવા પર સહમતિ સધાઈ નહોતી. જેના લીધે ઈઝરાયલે ફરી વખત હુમલા કરવાની શરૂઆત કરી દીધી છે. એક અહેવાલમાં એ વાતની પુષ્ટી થઈ છે કે ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા અને જમીન પર ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યા છે.
ઈઝરાયલે હમાસને જવાબદાર ઠેરવ્યું
ઈઝરાયલે ફરી યુદ્ધ શરૂ થવા માટે હમાસને જવાબદાર ગણાવ્યું છે. ઈઝરાયલી સૈન્યએ ટ્વિટ કરી કહ્યું કે હમાસે યુદ્ધ રોકવાના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેણે ઈઝરાયલની જમીન પર હુમલો કરી દીધો છે. તેના જવાબમાં અમે આ કાર્યવાહી શરૂ કરી છે.