નેતન્યાહૂએ કર્યું મોટું એલાન, હમાસ સામે રાખી નવી શરત, જો માની લે તો કાલે યુદ્ધ સમાપ્ત!
Israel–Hamas war: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય છે, તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે.
હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? જણાવી દઈએ કે, યાહ્યા સિનવારને ઈઝરાયલ સેનાએ 17 ઓક્ટોબરે ખાતમો કરી દીધો હતો. સિનવાર ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઈઝરાયલે ઠીક એક વર્ષ 10 દિવસ બાદ સિનવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આ સાથે બે અન્ય આતંકવાદી પણ માર્યા ગયાં.
આ પણ વાંચોઃ ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા સિન્વારનું મોત
ગાઝાના લોકોને સીધો સંદેશ
પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વીડિયો મેસેજમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, યાહ્યા સિનવારની મોત થઈ ચુકી છે. રાફામાં ઈઝરાયલના બહાદુર સૈનિકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. જોકે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી, પરંતુ આ તો ફક્ત શરૂઆત છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ છે કે, યુદ્ધ કાલે ખતમ થઈ શકે છે, પરંતુ ત્યારે જ જ્યારે હમાસ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને ઈઝરાયલ બંધકોને પરત કરી દે.
Yahya Sinwar is dead.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024
He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces.
While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW
બંધકોને પરત કરવાની માગ
નેતન્યાહૂએ જાણકારી આપી કે, હમાસે ગાઝામાં 101 લોકોને બંધી બનાવીને રાખ્યા છે. તેમાં ઈઝરાયલ સહિત 23 દેશોના નાગરિક સામેલ છે. ઈઝરાયલ આ તમાને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. બંધકોને પરત લાવનારની સુરક્ષાની ગેરંટી ઈઝરાયલ લે છે. નેતન્યાહૂએ બંધકોને પકડનારને ચેતાવણી આપી છે કે, ઈઝરાયલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારને ઈઝરાયલ શોધી કાઢશે. નેતન્યાહૂએ કહ્યું કે, આપણી આંખોની સામે ઈરાન સમર્થિત આતંકનો નાશ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ, સરહદે 250 અફઘાની નાગરિકોને ગોળી ધરબી દીધી
ખતમ થશે આતંકનું રાજ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગળ કહ્યું કે, નસરલ્લાહ પણ ખતમ થઈ ગયો. મોહસિન પણ મરી ગયો. હાનિયા, દીફ અને સિનવારનો પણ ખાતમો થઈ ચુક્યો છે. ઈરાને પોતાના તરફથી સીરિયા, લેબેનોન અને યમનના લોકો પર જે આતંકનું રાજ થોપવામાં આવ્યો છે, તે ખતમ થઈ જશે. મધ્ય પૂર્વમાં શાંતિ અને સારા ભવિષ્યની ચાહત રાખનાર લોકોએ એકજૂટ થવું પડશે.
હમાસનો ખતરનાક હુમલો
ગત વર્ષે 7 ઓક્ટોબર 2023ના દિવસે હમાસે ઈઝરાયલ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. હમાસના આશરે 2500 આતંકવાદીઓએ સમગ્ર ઈઝરાયલમાં લાશોનો ઢગલો કરી દીધો હતો. આ આતંકવાદી હુમલામાં 1200થી વધારે ઈઝરાયલ નાગરિકોનો જીવ ગયો હતો. ત્યારબાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાનું નક્કી કર્યું છે.