'કાશ્મીર છોડો, કામની વાત કરો...', જાહેર બેઠકમાં બેલારુસના રાષ્ટ્રપતિએ પાક. PMની ફજેતી કરી
Belarus President Alexander Lukashenko on Kashmir: બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સોમવારે (25 નવેમ્બર 2024) પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમની બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો હાલ ત્રણ દિવસની પાકિસ્તાનની મુલાકાતે છે. એવામાં તેમની વડા પ્રધાન શાહબાઝ શરીફની સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.
બેલારુસના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
પાકિસ્તાન સમયાંતરે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે. એવા જ એક પ્રયાસના ભાગરૂપે મીટિંગ દરમિયાન શાહબાઝ શરીફે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને ખાસ મિત્ર ગણાવ્યા અને પછી તેમની સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.
શાહબાઝ શરીફ ઇચ્છતા હતા કે લુકાશેન્કો કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપે, લુકાશેન્કોએ આ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે, 'કાશ્મીર છોડો, હું કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા આવ્યો નથી. હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરવા આવ્યો છું.'
પ્રોટોકોલ તોડીને સ્વાગત કરવા પહોંચ્યા હતા શાહબાઝ શરીફ
બેલારુસના રાષ્ટ્રપતિનો આ જવાબ સાંભળીને શરીફ અસ્વસ્થ દેખાતા હતા. બેલારુસના રાષ્ટ્રપતિના સ્પષ્ટ વલણે પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો પર સવાલો ઉઠાવ્યા છે અને વિશ્વની સામે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. વાસ્તવમાં પાકિસ્તાનની કૂટનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે શાહબાઝ શરીફે પ્રોટોકોલ તોડીને પોતે બેલારુસના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: હત્યા કે આપઘાત! બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળ્યાં, તણાવની સ્થિતિ
પાકિસ્તાનના ગૃહમંત્રીએ કાશ્મીરને વિદેશી ભૂમિ ગણાવી
કાશ્મીર પર પાકિસ્તાનની તાજેતરની આ પહેલી ફજેતી નથી. તાજેતરમાં જ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કાશ્મીરના લોકો ઈમરાન ખાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, તો તેમણે જવાબ આપ્યો કે કાશ્મીર એક 'વિદેશી ભૂમિ' છે. આ નિવેદન બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિપક્ષી દળોએ તેને રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ ગણાવ્યું હતું.
પાકિસ્તાની મીડિયા પણ પોતાના દેશના આ વલણને વખોડે છે
તેમજ પાકિસ્તાની મીડિયા પણ હવે પાકિસ્તાનની કાશ્મીર બાબતેની વાતોને વખોડે છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે ખુલીને વાત કરતા કહ્યું કે, દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો એ પાકિસ્તાનની રાજનીતિ અને કૂટનીતિનો એક ભાગ બની ગયો છે, પરંતુ લુકાશેન્કોનો જવાબ દર્શાવે છે કે તમામ દેશો આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી શકતા નથી.