Get The App

મધ્ય પૂર્વમાં અભૂતપૂર્વ યુદ્ધનો પ્રારંભ : હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલા શરૂ કર્યા : થોડા સમયમાં ઇરાન પણ તૂટી પડવા તૈયાર બન્યું છે

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
મધ્ય પૂર્વમાં અભૂતપૂર્વ યુદ્ધનો પ્રારંભ : હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલા શરૂ કર્યા : થોડા સમયમાં ઇરાન પણ તૂટી પડવા તૈયાર બન્યું છે 1 - image


- સી ઓફ ગેબીલીની ઉત્તરના ઐલેટ શહેરમાં ડ્રોન હુમલાથી આગ ભડકી : ઇઝરાયેલી ડ્રોન હુમલાથી લેબેનોનની દક્ષિણે બેના મૃત્યુ થયા

બીરૂત : મધ્ય પૂર્વમાં તંગદિલી સતત વધી રહી છે. હિઝબુલ્લાહે સોમવારે વહેલી સવારે ઉત્તર ઇઝરાયલ ઉપર ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. તેમાં બે ઇઝરાયલી સૈનિકો ઘાયલ થયા છે. અનેક સ્થળોએ આગ લાગી છે. આ હુમલા એવે સમયે થયા છે કે જ્યારે ગત સપ્તાહે લેબેનોનમાં હિઝબુલ્લાહ કમાન્ડર અને ઇરાનમાં હમાસના નેતાની હત્યા પછી સમગ્ર મધ્યપૂર્વમાં તંગદિલી વ્યાપી ગઈ છે. હમાસના નેતાની ઇરાનમાં થયેલી હત્યા પછી ઇરાને વેર વાળવાની આપેલી ધમકી તે યથાર્થ કરવા માગે છે. તે ગમે ત્યારે ઇઝરાયલ ઉપર તૂટી પડે તેવી પૂરી સંભાવના છે.

બીજી તરફ હિઝબુલ્લાહે જણાવ્યું છે કે, ઇઝરાયલે દક્ષિણ લેબેનોના કેટલાએ ગામોમાં કરેલા હુમલા અને હત્યાઓના જવાબમાં તેમણે ઉત્તર ઇઝરાયલ ઉપર હુમલા શરૂ કરી દીધા છે. હિઝબુલ્લાહના નેતા હસન નસરૂલ્લાહે ઇઝરાયલ પર બદલો લેવાના સોગંદ ખાધા છે.

ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે, સી ઓફ ગેબીલીની ઉત્તરે આવેલા લેટ શહેરમાં અનેક સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી. તે બુઝવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ છેલ્લા ૧૦ મહિનાથી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ લગભગ રોજેરોજ પરસ્પર હુમલા કરતા જ રહે છે.

ઇરાનમાં હમસ નેતા ઇસ્માઇલ હાનિયેહની અને બૈરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર શુકરત હત્યા પછી આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

લેબેનોનની સત્તાવાર સંસ્થાએ જણાવ્યું છે કે, અમારા એક ગામમાં કબ્રસ્તાન પાસે ઇઝરાયલી ડ્રોન હુમલાથી એક પેરા મેડીકલ સહિત બંને મૃત્યુ થયા હતાં

દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે કેબિનેટ મીટીગમાં કહ્યું હતું કે, ઇઝરાયલ પહેલેથી જ ઇરાન અને તેના સાથીઓ સાથે લડી રહ્યું છે.

બીજી તરફ અમેરિકાએ તેના સાથી ઇઝરાયલને બચાવવા ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે વિમાનવાહક જહાજ સહિત યુદ્ધ નૌકાનો નાનો કાફલો રવાના કરી દીધો છે. ઇઝરાયલને ૧૮ જેટલા આધુનિક યુદ્ધ વિમાનો પણ આપ્યા છે.


Google NewsGoogle News