Get The App

અમેરિકન પ્રમુખ તરીકે શપથ લેતા પહેલા જ ટ્રમ્પની ધરપકડ? સુપ્રીમ કોર્ટનો સજા રદ કરવાનો ઈનકાર

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખ તરીકે શપથ લેતા પહેલા જ ટ્રમ્પની ધરપકડ? સુપ્રીમ કોર્ટનો સજા રદ કરવાનો ઈનકાર 1 - image


Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના હશ મની કેસમાં સુપ્રીમ કોર્ટે સજા ટાળવની અપીલને નકારી દીધી છે. જેનાથી ટ્રમ્પની કાયદાકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને 1.3 લાખ ડૉલર આપવાના મામલે ગુનેગાર સાબિત થયા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ટ્રમ્પની અપીલને નકારતા ન્યાયાધીશ જુઆન એમ મર્ચેનને શુક્રવારે સજા સંભળાવવાની મંજૂરી આપી દીધી છે. 

આ પણ વાંચોઃ કેનેડા બાદ બ્રિટનના વડાપ્રધાનને પાડી દેવાનો મસ્કનો પ્લાન! સીક્રેટ મીટિંગ કર્યાનો દાવો

ટ્રમ્પે આરોપ નકાર્યા

હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, તેઓએ 2006માં સ્ટૉર્મી ડેનિયલ્સ સાથે પોતાના સંબંધ સંતાડવા માટે તેઓએ હશ મની આપવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે આ આરોપોને નકારી દીધા છે. ન્યુયોર્કની કોર્ટે જોયું કે, ટ્રમ્પની સામે બિઝનેસ રૅકોર્ડમાં હેરાફેરીના રૅકોર્ડમાં 34 કેસમાં તે ગુનેગાર છે, જે પોતાના ખાનગી મામલે જોડાયેલા છે ન કે રાષ્ટ્ર પ્રમુખના સત્તાવાર કામો સાથે.

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ ભારત-ચીનને ચેતવ્યાં, વસતીમાં ઝડપી ઘટાડાની આશંકા વ્યક્ત કરી

ન્યાયાધીશ મર્ચેનના નિર્ણય પર પ્રતિક્રિયા

હશ મની મામલે સુનાવણી કરી રહેલાં ન્યાયાધીશ ઝુઆન એમ મર્ચેને પહેલાં જ જણાવી દીધું હતું કે, ટ્રમ્પને સજા સંભળાવવામાં આવશે, પરંતુ તે તેની ચૂકવણી નહીં કરે. ન તો તેમના પર દંડ લાદવામાં આવશે. જોકે, આ દરમિયાન ટ્રમ્પના વકીલોએ આ સજાને રાજકારણથી પ્રેરિત જણાવીને ખોટી કરાર કરી દેવાઈ છે. તેણે કહ્યું કે, આ મામલાના કારણે રાષ્ટ્ર પ્રમુખ બનવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના વકીલ ડી જૉન સૉયરે કોર્ટમાં દલીલ કરી કે, ટ્રમ્પની અપીલ પર સુનાવણી સુધી સજા ટાળી દેવી જોઈએ, જેથી રાષ્ટ્ર પ્રમુખ બનવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી ન થાય.


Google NewsGoogle News