ભારે કિંમત ચૂકવવા તૈયાર રહેજો : એર-સ્ટ્રાઇક્સ યુએસ, યુકેને હુથીની ધમકીઓ સાથેની ચેતવણી
- હુથી હુમલાથી બચવા સ્ટીમરો ચીની ખલાસીઓ રાખે છે
- હુથી આતંકીઓનાં યમન સ્થિત મથકો ઉપર જ હુમલો કરવા બાયડેને યુ.એસ. તથા સાથી દેશોનાં સશસ્ત્રદળોને અનુરોધ સાથે કહ્યું
એડન : ઈરાનથી પુષ્ટિ પામેલાં જૂથ હુથીએ અમેરિકા અને ઇંગ્લેન્ડને ધમકી ભરી ચેતવણી આપતાં કહી દીધું છે કે તમે અમારી ઉપર હવાઈ હુમલા શરૂ દીધા છે, પરંતુ હવે તેની ભારે કિંમત ચૂકવવા તૈયાર રહેજો. વાસ્તવમાં યમન ઉપર તો હુથી જ કબ્જો જમાવી બેસી ગયા છે. ત્યાં રીતસર સરકાર ચલાવે છે. તેના નાયબ વિદેશ મંત્રી હુસૈન-અલ-એઝીએ તાજેતરમાં જ અમેરિકા અને ઇંગ્લેન્ડ યમન સ્થિત હુથી આતંકીઓના મથકો ઉપર પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી છે.
આ પછી હુથી સરકારના નાયબ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાનૂનનો સર-એ-આમ ભંગ છે. જ્યારે હુથી સરકારની પોલિટિકલ કાઉન્સીલના સભ્ય મોહમ્મદ અલી અલ્-હુથીએ તે હુમલાઓને બર્બરતા ભર્યાં કહ્યા હતાં. ઇરાને પણ તે હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાનૂનના ભંગ સમાન જણાવ્યા હતા.
તે સર્વવિદિત છે કે પશ્ચિમ-પૂર્વ વચ્ચેનો વ્યાપાર ભૂમધ્ય સમુદ્રમાં થઈ સુએઝ કેનાલ દ્વારા રાતા સમુદ્રના માર્ગે ચાલે છે. રાતા સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આફ્રિકાનાં જીબુટી અને સઉદી અરબસ્તાનની વચ્ચે રહેલી સાંકડી જલપટ્ટીમાં પસાર થાય છે. જે જગા બાબ-અલ-મંડળ તરીકે ઓળખાય છે. આ વિસ્તારને મુક્ત રાખવો અનિવાર્ય છે. અહીંથી જ સોમાલીયાની ઉત્તરે રહેલો ગલ્ફ ઓફ એડન શરૂ થાય છે. આ પછી અરબી સમુદ્ર શરૂ થાય છે. આ બધા વિસ્તારો પર હુથી આતંકીઓ આતંક ફેલાવે છે. વ્યાપારી વહાણોને લૂંટી લે છે. દુનિયાનો ૨૫ ટકાથી વધુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અહીંથી જ પસાર થાય છે. તેથી તે જળ વિસ્તાર સુરક્ષિત રાખવા અમેરિકાના પ્રમુખ જો બાયડેને તેનાં નેવીને તેમજ તેનાં સાથી રાષ્ટ્ર યુકેને અનુરોધ કર્યો છે.
આ હુથી વિરોધી અભિયાનમાં યુ.એસ. અને યુકે અગ્રીમ ભૂમિકા ભજવે છે. જ્યારે તેમનાં સાથી રાષ્ટ્રો ઓસ્ટ્રેલિયા,બહેરિયન, કેનેડા, નેધર લેન્ડનાં નૌકાદળો અને વિમાની દળો (એરક્રાફટ કે રિયર્સ ઉપરનાં વિમાનો)એ હવે યમન સ્થિત હુથીનાં સ્થાનો પર પ્રચંડ હુમલા શરૂ કર્યા છે. હુથીને ઈરાન પોષે છે. ચીન ઈરાનનું મિત્ર છે તેથી સ્ટીમરો હુથી હુમલાથી બચવા ચીની ખલાસીઓ રાખે છે.