Get The App

PHOTO : બાસમતી ચોખાની બેગ લઈને ફરતી અમેરિકન મહિલા, સોશિયલ મીડિયામાં રમૂજનું ઘોડાપુર

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
PHOTO : બાસમતી ચોખાની બેગ લઈને ફરતી અમેરિકન મહિલા, સોશિયલ મીડિયામાં રમૂજનું ઘોડાપુર 1 - image

Basmati rice bags becoming popular in America : લક્ઝરી હેન્ડબેગની ખરીદી કરવી કોને ન ગમે? હેન્ડબેગને લઈને ટ્રેન્ડ હંમેશા બદલાતો રહે છે. પરંતુ અમેરિકામાં હાલમાં મહિલાઓ હેન્ડબેગ માટે જે ટ્રેન્ડને ફોલો કરી રહી છે તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. હકીકતમાં એક ઇન્સ્ટાગ્રામ યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક અમેરિકન મહિલાની બેગ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ પોસ્ટ અમાન્ડા જોન મંગલાથિલે શેર કરી છે.

બાસમતી ચોખાની થેલીનો બેગ તરીકે થઈ રહ્યો છે ઉપયોગ  

આ વીડિયોમાં એક અમેરિકન મહિલા બાસમતી ચોખાની થેલીનો બેગ તરીકે ઉપયોગ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં અમાન્ડાએ જણાવ્યું હતું કે, 'કોણે વિચાર્યું હશે કે બાસમતી ચોખાની થેલી અમેરિકામાં ટ્રેન્ડ કરશે. ભારતના મારા મિત્રો, તમામ યુવતીઓ લુઈ વીતો, માઇકલ કોર્સ, કેડ સ્પેડ બેગ ખરીદવા માંગે છે તેમણે આ વીડિયો જોવાની જરૂર છે કે અમેરિકામાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારતીય છોકરીઓ, ચાલો તેને અપનાવીએ. ચાલો આપણી થેલી પર ગર્વ કરીએ અને તેનો ઉપયોગ આપણા ફાયદા માટે કરીએ. આજે મેં આ જોયું, તમે પણ આ થેલીને ખૂબ જ સરળતાથી મેળવી શકો છો અને તે પણ ખૂબ જ ઓછી કિંમતે.' વીડિયોના અંતમાં એક મહિલાને બાસમતી ચોખાની થેલીનો બેગ તરીકે ઉપયોગ કરતાં જોવા મળી રહી છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને ઘણાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી રમૂજ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, અહીં તો આ મફતમાં મળે છે. બીજા એક યુઝરે લખ્યું કે, 'મેં આ ચોખાની થેલી હમણાં જ મૂકી દીધી હતી, મારે તો આ પહેલાથી જ લઈ લેવી જોઈતી હતી.' તસવીર વાયરલ થયા બાદ યુઝર્સે મજાકમાં પણ કહ્યું કે અમેરિકા મુશ્કેલીમાં છે.PHOTO : બાસમતી ચોખાની બેગ લઈને ફરતી અમેરિકન મહિલા, સોશિયલ મીડિયામાં રમૂજનું ઘોડાપુર 2 - image



Google NewsGoogle News