Get The App

આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન 1 - image


Dictator Bashar Al Assad History : મધ્ય-પૂર્વમાં આવેલું સીરિયા ગૃહયુદ્ધમાં ફસાયું છે. વિદ્રોહી દળ હયાત તહરિર અલ શામ (HTS)એ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સપરિવાર દેશ છોડીને ભાગી ગયા છે. અહેવાલ આવ્યો છે કે, તેમના વિમાનને બળવાખોરોએ તોડી પાડ્યું છે અને એમાં અસદ મૃત્યુ પામ્યા છે. સીરિયન આર્મીને પણ બળવાખોરોની શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું છે. આમ બળવાખોરોના કારણે અસદ પરિવારનું 50 વર્ષનું શાસન સમાપ્ત થઈ ગયું છે. અસદ સરકારના શાસનનું પતન થયા બાદ લોકોએ રસ્તા પર ઉતરીને ઉજવણી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ અદ સીરિયામાં 30 વર્ષથી શાસન કરી રહ્યા હતા. જોકે તેમની ઈચ્છા સીરિયા પર રાજ કરવાની ન હતી. તેઓ આંખોના ડૉક્ટર હતા અને તેઓ લંડનમાં પ્રેમિકા સાથે સુખી જીંદગી વિતાવી રહ્યા હતા, જોકે એક દુર્ઘટનાના કારણે તેમણે મજબૂરીમાં સીરિયાની ગાદી સંભાળવી પડી હતી.

ભયાનક દુર્ઘટનાએ અસદની જીંદગી બદલી નાખી

બશરે સત્તા સંભાળી તે પહેલાં તેમના પિતા હાફિઝ અલ-અસદ સીરિયાના રાજા હતા. તેમણે મૃત્યુ સુધી સીરિયા પર શાસન કર્યું હતું. બશરના જીવનમાં અનેક મહત્ત્વની ક્ષણો આવી, જોકે એક ભયાનક દુર્ઘટનાએ તેમની જીવન હંમેશા માટે બદલી નાખ્યું. અસદને શરૂઆતમાં પિતા પાસેથી વારસામાં મળેલી સત્તા પર બેસવામાં કોઈ રસ નહોતો. હાફિઝ બાદ બશરનો મોટો ભાઈ બાસેલ સીરિયાની ગાદી સંભાળવાનો હતો. પરંતુ 1994માં બાસેલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે બશર લંડનમાં આંખના ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. હાફિઝના મોદ બાદ અને માર્ગ અકસ્માતમાં ભાઈએ જીવ ગુમાવ્યા બાદ બશરને તરત જ લંડનથી બોલાવાયો અને તેને સીરિયાની ગાદી સંભાળવા માટે સમજાવાયો હતો.

આ પણ વાંચો : એક સમયે જનતા પર ચલાવી હતી તોપ, લાખોના મોત... સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનું પતન

અસદની ડૉક્ટરથી ક્રૂર તાનાશાહ સુધીની સફર

મીડિયા રિપોર્ટ મુજબ બાસેલનું મોત થયા બાદ નાનાભાઈ બશરને સીરિયામાં સત્તા સંભાળવા માટે તૈયાર કરવાની યોજના બનાવાઈ હતી. ત્યારબાદ તેણે સીરિયામાં એવા ગૃહયુદ્ધનો ઠેકો લીધો, જેના કારણે લાખો લોકોના મોત થયા અને લાખો લોકો બેઘર થયા. બશરની ક્રૂરતાએ એટલી હદ વટાવી દીધી હતી કે, જો કેઈ સરકાર વિરુદ્ધ દેખાવો કરે તો તેને ફાંસી પર લટાકી દેવાતો હતો. બશની સરકાર વખતે એક-બે નહીં લાખો લોકોને ફાંસીએ લટકાવાઈ દેવાયા હતા.

બશર ડરના કારણે ક્રૂર તાનાશાહ બન્યા

બશરના પિતા હાફિઝ અલ-અસદે 1970 સુધી પોતાની શક્તિ મજબૂત બનાવી, પછી તેઓ 1971માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમનું વર્ષ 2000માં મોત થયું, ત્યાં સુધી સીરિયાની ગાદી સંભાળી હતી. કટ્ટરપંથી શાસક હાફિઝે વિપક્ષને કચડી નાખ્યું હતું અને લોકશાહી ચૂંટણી યોજવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે તેઓ વિદેશ નીતિ યોગ્ય રીતે નિભાવતા હતા. હાફિઝની આગેવાની હેઠળ સીરિયાએ સોવિયત સંઘ સાથે ગઠબંધન કર્યું હતું, પછી તેમનો દેશ 1991માં પર્સિયન ગલ્ફ યુદ્ધમાં અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધનમાં સામેલ થયું હતું. જાણકારોનું કહેવું છે કે, બશર અલ-અસદે પહેલા ઉદાર નીતિવાળા હતા. જોકે પછી તેમેના મનમાં ગૃહ યુદ્ધનો ડર ઉભો થયો. આ કારણે તેમને ગાદી છિનવાઈ જવાનો અને મોત થવાનો ડર થવા લાગતા તેઓ ક્રૂર થઈ ગયા હતા. પછી તેમણે પિતાની જેમ જ વિરોધીઓને કચડી નાખડવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : સીરિયામાં બળવા પાછળનો મુખ્ય ચહેરો 'જુલાની', 10 મિલિયન ડૉલરનો ઈનામી ઈરાનની જેલમાં રહ્યો છે કેદ

બશર લવ મેરેજ બાદ સુખી જીવન જીવતા હતા પણ...

હાફિઝ સીરિયામાં સત્તા પર હતા ત્યારે તેમના પુત્ર બશરે રાજકારણ અને સૈન્યથી અલગ રસ્તો પસંદ કર્યો હતો. તેમણે મેડિકલમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દમસ્કસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે 1992માં લંડન સ્થિત વેસ્ટર્ન આઈ હોસ્પિટલમાં નેત્રરોગ વિજ્ઞાનમાં નિપુણતા હાસલ કરવા માટે યુકે ગયા હતા. મીડિયા રિપો્ટ મુજબ બશર અલ-અસદનું લંડનમાં ખૂબ જ સુખી જીવન હતું. તેઓ અંગ્રેજી ગાયક ફિલ કોલિન્સનો ચાહક હતા અને પશ્ચિમી સંસ્કૃતિને ચાહતા હતા. તેઓ અસ્મા ફવાઝ અલ-અખ્રિસને લંડનમાં પહેલીવાર મળતાં જ પ્રેમમાં પડ્યા હતા. ત્યારે આસ્મા લંડનની કિંગ્સ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી હતી. બાદમાં તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં MBA પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો.


Google NewsGoogle News