200 ટન સોનું, 16 અબજ ડૉલર... સીરિયા છોડી ભાગેલા પૂર્વ પ્રમુખ અસદ પાસે છે 'અખૂટ' સંપત્તિ
Bashar al-Assad Net Worth: સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને રશિયામાં રાજકીય આશ્રય લીધો છે. રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અસદ અને તેનો પરિવાર મોસ્કોમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની સાથે કેટલાય કિલો સોનું લઈને રશિયા ગયા છે. તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની પાસે 200 કિલો સોનું, લક્ઝરી કારનું કલેક્શન અને મોટી સંખ્યામાં ડૉલર અને યુરો છે.
બશર અલ-અસદના પિતા પણ 30 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા
અસદ સીરિયાના સૌથી પ્રભાવશાળી પરિવારોમાંથી એક છે. તેમના 24 વર્ષના શાસન પહેલા તેમના પિતા પણ 30 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે તેની પાસે રશિયામાં પણ ઘણી સંપત્તિ છે. આવી સ્થિતિમાં તેઓ ત્યાં પણ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવશે એવું માનવામાં આવી રહ્યું છે.
રશિયામાં લગભગ બે અબજ ડૉલરની સંપત્તિ
બશર અસદ હાલમાં તેની પત્ની અસ્મા, પુત્રી ઝૈન અને પુત્રો હાફિઝ અને કરીમ સાથે રશિયામાં છે. ઈઝરાયલ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અસદ પરિવારની રશિયામાં લગભગ બે અબજ ડૉલરની સંપત્તિ છે. અસદ પાસે મોસ્કોમાં અનેક લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પણ છે.
મોસ્કો રિયલ એસ્ટેટમાં અસદનું રોકાણ
રિપોર્ટ અનુસાર, અસદ અને તેની પત્નીની બે અબજ ડૉલરની સંપત્તિ અલગ-અલગ બેંક ખાતા, નકલી કંપનીઓ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવી હોવાનો અંદાજ છે. અસદનો પરિવાર મોસ્કોમાં $40 મિલિયનની કિંમતના ઓછામાં ઓછા 20 એપાર્ટમેન્ટ ધરાવે છે. આ તમામ એપાર્ટમેન્ટ પોશ વિસ્તારોમાં છે. આવી સ્થિતિમાં અસદ આમાંથી કોઈ એક એપાર્ટમેન્ટમાં અથવા પુતિને આપેલી કોઈ સુરક્ષિત જગ્યાએ રહી શકે છે.
અસદ પરિવાર પાસે 200 ટન સોનું
બશર અલ-અસદ પરિવારની સંપત્તિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. બ્રિટિશ ગુપ્તચરે દાવો કર્યો હતો કે સમગ્ર પરિવાર પાસે 200 ટન સોનું, 16 બિલિયન ડૉલર અને 5 બિલિયન યુરો છે. આ સંપત્તિ 2023ના ડેટાના આધારે સીરિયાના રાષ્ટ્રીય બજેટના સાત વર્ષના સમકક્ષ છે.
અહેવાલો અનુસાર, બશર અલ-અસદ પાસે સીરિયામાં 'Captagnut' દવાનું ડ્રગ નેટવર્ક હતું, જેનાથી અસદ સરકારને અબજો ડૉલરની કમાણી થઈ હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવાનું વિશ્વમાં 80% ઉત્પાદન માત્ર સીરિયામાં થાય છે. સીરિયા પણ તેની સૌથી વધુ નિકાસ કરે છે અને અસદ સરકાર તેના દ્વારા વાર્ષિક 5 બિલિયન ડૉલરની કમાણી કરતી હતી.
અસદ પરિવાર એકથી બે અબજ ડૉલરની સંપત્તિ હોવાનો દાવો
અસદ પરિવારની સંપત્તિ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2022ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પરિવારની કુલ સંપત્તિ એકથી બે અબજ ડૉલરની વચ્ચે છે. મોટાભાગની સંપત્તિઓ ઓફશોર એકાઉન્ટ્સ, રિયલ એસ્ટેટ હોલ્ડિંગ અને શેલ કંપનીઓમાં હોવાનું માનવામાં આવે છે.