બાઈડેનના ખાસ 'મિત્ર' જ હવે તેમના વિરોધી બન્યાં, મોટી ભવિષ્યવાણી કરતાં કહ્યું- 'જીત ખરેખર મુશ્કેલ'

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Joe Biden Addresses The Nation From The White House
Image : IANS (File Pic)

US Presidential Election 2024: વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકા (America)માં આ વર્ષે પ્રમુખપદ માટે ચૂંટણી થવાની છે, ત્યારે ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર હુમલાની ઘટના બની હતી, જે બાદ અમેરિકાનું રાજકીય વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ત્યારે હવે જો બાઈડેનની ઉમેદવારી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. અગાઉ નેન્સી પેલોસીએ  ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે જો બાઈડેનની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે આ યાદીમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું પણ નામ સામેલ થઈ ગયું છે.

ઓબામાએ ચિંતા વ્યક્ત કરતા કહી આ વાત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બાઈડેનની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે 'અમેરિકાના પ્રમુખે ચૂંટણી પહેલા તેમની ફરીવાર દાવેદારીને લઈને ગંભીરતાથી વિચારની જરૂર છે. તેમજ તેમની (બાઈડેન) જીત ખરેખર મુશ્કેલ લાગી રહી છે.' ઉલ્લેખનીય છે કે અગાઉ નેન્સી પેલોસીએ જો બાઈડેનની ઉમેદવારી પર કહ્યું હતું કે 'જો બાઈડેન નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભાગ લે છે, તો તે ડેમોક્રેટ્સની બીજી ટર્મ જીતવાની શક્યતાઓને અસર કરી શકે છે.

આ પણ વાંચો : જો બાઇડેનની વધતી વય પણ ચિંતાનો વિષય

ટ્રમ્પ સાથેની ચર્ચામાં બાઈડેન લથડતા જોવા મળ્યા

અગાઉ 27 જૂને ટ્રમ્પ સાથેની ચર્ચામાં પ્રમુખ જો બાઈડે (Joe Biden)ન લથડતા જોવા મળ્યા હતા. આ પછી, ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમની ખરાબ તબિયતને લઈને કથિત રીતે ફરીથી ચૂંટણી લડવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે, બરાક ઓબામા (Barack Obama) અને નેન્સી પેલોસી (Nancy Pelosi)એ પ્રમુખની ચૂંટણીને લઈને ચિંતા વ્યક્ત કરતા પ્રમુખપદની ચૂંટણી માટે જો બાઈડેનના પ્રચાર અભિયાન અને તેમની ઘટી રહેલી લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : અમેરિકામાં લોકો કાન પર પાટો બાંધીને ચૂંટણી રેલીમાં આવ્યા, જાણો કારણ

બાઈડેન કોરોનાથી સંક્રમિત થયા

નોંધનીય છે કે જા બાઈડેન હાલમાં કોરોનાથી સંક્રમિત છે. વ્હાઇટ હાઉસ (White House)ની પ્રેસ સેક્રેટરીએ આ અંગે જાણકારી આપી છે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા બાઈડેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેમની જ પાર્ટીના લોકોએ તેમની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા પણ વધી રહી છે.

બાઈડેનના ખાસ 'મિત્ર' જ હવે તેમના વિરોધી બન્યાં, મોટી ભવિષ્યવાણી કરતાં કહ્યું- 'જીત ખરેખર મુશ્કેલ' 2 - image


Google NewsGoogle News