અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન, પત્ની મિશેલે પણ આપ્યો સાથ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન, પત્ની મિશેલે પણ આપ્યો સાથ 1 - image


US Presidential Election-2024 : અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ મતદારો અમેરિકાના 60માં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. થોડા દિવસ પહેલાં જ પ્રમુખ જો બાયડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કર્યું હતું, ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ હેરિસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બન્ને એ શુક્રવારે(26 જુલાઈ) કમલા હેરિસને ફોન કરીને સમર્થન આપ્યું છે. બરાક ઓબામાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં મિશેલ હેરિસને કહી રહ્યા છે કે, અમને તમારા પર ગર્વ છે.

બરાક ઓબામાએ પોસ્ટ કર્યો વીડિયો

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં ઓબામા અને તેમની પત્ની મિશેલ કમલા હેરિસ સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. ઓબામાએ ફોન પર હેરિસને કહ્યું કે, ‘અમે તમને એવું કહેવા ફોન કર્યો છે કે, હું અને મિશેલ તમારું સમર્થન કરી રહ્યા છીએ, અને અમે તમને જીતાડવા માટેના તમામ પ્રયાસ કરવા પર ગર્વ અનુભવી રહ્યા છીએ.’

આ ઐતિહાસિક ચૂંટણી યોજાશે : મિશેલ ઓબામા

આ દરમિયાન બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસની ઉમેદવારી પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું મારી પુત્રી જેવી કમલાને એવું કહ્યા વગર કૉલ કટ ન કરી શકું કે, મને તમારા પર ગર્વ છે. આ ઐતિહાસિક ઘટના બનવાની છે.’ તો બીજી તરફ કમલા હેરિસે તેમની મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેમની સાથે ચૂંટણી અભિયાન ચલાવવા પર ઉત્સુકતા દાખવી છે.

આ પણ વાંચો : કમલા હેરિસે તોડ્યો ઝૂમ કૉલ રેકોર્ડ, 1.64 લાખ મહિલાઓએ ભેગા કરી આપ્યા 20 લાખ ડોલર

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ, 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે



Google NewsGoogle News