શું હવે બરાક અને મિશેલ ઓબામાની જોડી તૂટશે? સંબંધોમાં કડવાશ આવી ગયાનો રિપોર્ટમાં દાવો
Barack Obama-Michalle Divorce Rumours: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને મિશેલ ઓબામા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને અલગ થઈ શકે છે. બરાક અને જેનિફર વિશે ચાલી રહેલી અફવાઓને કારણે બરાક ઓબામા અને મિશેલ ઓબામા માટે એકબીજા સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ અફવાઓ પછી, મિશેલ ઓબામાએ મહત્ત્વપૂર્ણ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનો પણ ઇનકાર કર્યો હતો.
બરાક ઓબામા અહીં એકલા જોવા મળ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઓબામા દંપતી વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું છે. આ અફવાઓ પછી, મિશેલ ઓબામાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી. જોકે, ઈન્ટરનેટ પર એવું પણ કહેવામાં આવ્યું હતું કે મિશેલને ટ્રમ્પની જીત પસંદ નથી.
માત્ર એક જ વાર નહીં, તેમના છૂટાછેડાની અફવાઓ જાન્યુઆરીની શરૂઆતમાં સામે આવી હતી જ્યારે મિશેલ 9 જાન્યુઆરીએ ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરના અંતિમ સંસ્કારમાં ગેરહાજર રહ્યા હતા.
બ્રાડ પિટ અને જસ્ટિન થેરોક્સની ભૂતપૂર્વ પત્ની જેનિફર એનિસ્ટનનું બરાક ઓબામા સાથે અફેર હોવાનું કહેવાય છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
ઓબામા અને જેનિફર 2007માં પહેલીવાર મળ્યા હતા
ઘણા અહેવાલો પુષ્ટિ કરે છે કે બરાક ઓબામા અને જેનિફર વચ્ચે કેમેસ્ટ્રી છે. જોકે જેનિફરે આ અફવાઓને ફગાવી દીધી હતી. ગયા ઑક્ટોબરમાં, જીમી કિમેલ શૉમાં, જેનિફરને આ અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેણે જવાબ આપ્યો હતો, 'હું ઓબામાને એક જ વાર મળી છું. હું મિશેલને તેમના કરતાં વધુ સારી રીતે ઓળખું છું.; અહેવાલો અનુસાર, જેનિફર અને બરાક ઓબામા 2007માં એક હોલિવૂડ ગાલામાં એકવાર મળ્યા હતા.
આ પણ વાંચો : બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો સ્ટે, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પને મોટો ઝટકો
ઓબામાએ મિશેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
જોકે, ઓબામા પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. મિશેલને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા, ઓબામાએ મિશેલ માટે 'લવ ઓફ માય લાઈફ' લખીને બર્થડે વિશ કરીને બધી જ અફવાઓ ફગાવી દીધી હતી. 17 જાન્યુઆરીના રોજ, ઓબામાએ મિશેલનો ફોટો શેર કરતા લખ્યું, 'લવ ઓફ માય લાઈફ, મિશેલ ઓબામાને જન્મદિવસની શુભકામનાઓ. તે મારા જીવનને હૂંફ, શાણપણ, રમૂજ અને ગ્રેસથી ભરી દીધું છે - અને તું તે કરી રહી છો તે સારું લાગે છે. હું ખૂબ નસીબદાર છું કે હું તારી સાથે જીવનના સાહસો જીવી રહ્યો છુ.'