UAEના પહેલા હિન્દુ મંદિરની સંતોએ કરી પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે
Image : BAPS (Screen Grab) |
Abu Dhabi Hindu Temple : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત UAEના પ્રવાસે છે જ્યાં આજે સાંજે તેઓ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. હાલ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ ચૂકી છે.
પ્રાણ પ્રતિષ્ઠા - લોકાર્પણ અપડેટ્સ...
મંદિરમાં ઉદ્ધાટન પહેલા ઉત્સવનો માહોલ
UAEના જે હિન્દૂ મંદિરનું વડાપ્રધાન ઉદ્ધાટન કરવાના છે, ત્યાં ઉત્સવ જેવો માહોલ છે. એક પ્રવાસી ભારતીયએ આ અંગે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અહીં આવીને સારું લાગી રહ્યું છે. આ મંદિર આધ્યાત્મિક્તાનું પ્રતિક છે. હાલ અહીં ઉત્સવનો માહોલ છે.
Hindu Temple Abu Dhabi: અબુ ધાબીમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા હિન્દુ સમાજમાં ઉત્સાહનો માહોલ#NarendraModi #PMModi #Abudhabi #UAE #hindumandir #BAPS #Temple #HinduTemple #MohammedbinZayedAlNahyan #Gscard #gujaratsamachar pic.twitter.com/o5IejJ17jq
— Gujarat Samachar (@gujratsamachar) February 14, 2024
મંદિર ઉદ્ધાટનની તૈયારીઓ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્દુ મંદિરમાં સાંજે 4:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ધાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ
વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્યો છે.
UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવામાં આવે છે.
આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર
અરબ અમીરાતમાં બીજાં 3 મંદિરો પણ છે પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે.
આ પણ વાંચો : UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી
વડાપ્રધાન મોદી વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરશે
વડાપ્રધાન મોદી આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરશે. પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. અબુધાબી બાદ વડાપ્રધાન મોદી કતાર જવા રવાના થશે. કતારમાં તેઓ મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત વડાપ્રધાન કતારમાં અન્ય કેટલાક ઉચ્ચ મહાનુભાવોને પણ મળે તેવી શક્યતા છે.