બ્રિટનની સ્કૂલોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ, વડાપ્રધાન ઋષિ સુનકે વીડિયો બહાર પાડયો
કલાસરુમમાં સેલ ફોન ખૂબજ વિચલિત કરી મુકે છે
વીડિયો મેસેજ વખતે પીએમ ખુદ ફોનથી પરેશાન થયા
લંડન,૨૦ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે નવી ગાઇડલાઇન બહાર પાડીને સ્કૂલોમાં મોબાઇલ ફોનના વપરાશ પર પ્રતિબંધ મુકવાની વાત છે. આ અંગે ઋષિ સુનકે સોમવારે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે મોબાઇલ ફોનના લીધે અધ્યાપકો અને બાળકોને અભ્યાસ દરમિયાન વારંવાર ખલેલ પડે છે. કલાસરુમમાં ફોન ખૂબજ વિચલિત કરી મુકે છે આથી અભ્યાસનો માહોલ બનતો નથી.
નવાઇની વાત તો એ છે કે જયારે તેઓ વીડિયો તૈયાર કરી રહયા હતા ત્યારે અનેક વાર ફોન આવવાથી તેઓ પણ બેચેન થયા હતા. છેવટે ફોન બાજુમાં મુકવો પડયો હતો. પીએમએ સ્ટડી માટે ફોનને સૌથી મોટચો અવરોધક ગણીને જો તેના પર પ્રતિબંધ મુકાય તો માહોલ ઘણો સ્વસ્થ અને સારો બનશે.
વીડિયોમાં એક સેકન્ડરી સ્કૂલના સ્ટુડન્ટને ટાંકીને જણાવાયું હતું કે લગભગ એક તૃતિયાંશ વિધાર્થીઓએ ફોનના લીધે સ્ટડી અટકાવવી પડી હોવાનું જણાવ્યું હતું. કલાસરુમમાં ફોન બાળકોને ચંચળ બનાવી દે છે. સ્કૂલોમાં બાળકો શરારતી બની જાય છે આથી કેટલીક સ્કૂલોએ તો અગાઉથી જ મોબાઇલ પર પ્રતિબંધ મુકી દીધો છે.