Get The App

બાંગ્લાદેશના 50 ન્યાયાધીશો તાલીમ માટે ભારત નહીં આવે... યુનુસ સરકારનો નિર્ણય

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
બાંગ્લાદેશના 50 ન્યાયાધીશો તાલીમ માટે ભારત નહીં આવે... યુનુસ સરકારનો નિર્ણય 1 - image


Bangladesh-India Controversy : બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા બાદ વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર એક પછી એક ભારત વિરોધી નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં સરકારે ભારતમાં તાલીમ લેવા માટે જનારા 50 ન્યાયાધીશો અને કાયદાકીય અધિકારીઓના ટ્રેનિંગ કાર્યક્રમને રદ કરી દીધો છે. યુનુસ સરકારના કાયદા મંત્રાલયના પ્રવક્તાએ વિગતવાર માહિતી આપ્યા વગર કહ્યું કે, ‘નોટિફિકેશન રદ કરી દેવામાં આવ્યું છે.’

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કાર્યક્રમ રદ કરાયો

જોકે ડેલી સ્ટાર સમાચાર પત્રએ કહ્યું કે, ‘બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના નિર્દેશના પાલન હેઠળ ભારતમાં ન્યાયાધીશોના તાલીમ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. રદ કરવાનો આદેશ રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ સાંગાબાદ સંસ્થાના અહેવાલના એક દિવસ પછી આવ્યો છે, જેમાં કહેવાયું હતું કે, નીચલા ન્યાયતંત્રના 50 ન્યાયાધીશો 10 ફેબ્રુઆરીથી મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી અને રાજ્ય ન્યાયિક એકેડેમીમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો : અમેરિકામાં હિમવર્ષાનું એલર્ટ, 6 કરોડ લોકોને અસરની સંભાવના, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

ભારત સરકાર તાલીમ કાર્યક્રમોનો ખર્ચ ઉઠાવવાની હતી

ભારતના મધ્યપ્રદેશમાં યોજાનારા તાલીમ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલા તાલીમાર્થી ન્યાયાધીશોમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશો અથવા તેમના સમકક્ષ અધિકારીઓ, અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશો, સંયુક્ત જિલ્લા ન્યાયાધીશો, વરિષ્ઠ મદદનીશ ન્યાયાધીશો અને મદદનીશ ન્યાયાધીશો હતા. તાલીમ કાર્યક્રમોનો સમગ્ર ખર્ચ ભારત સરકારે ઉઠાવવાનો હતો.

આ પણ વાંચો : ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ


Google NewsGoogle News