બાંગ્લાદેશમાં બળવા વચ્ચે નવી સરકારમાં હિન્દુ શિક્ષકોના બળજબરીપૂર્વક રાજીનામા લેવાયાનો દાવો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં બળવા વચ્ચે નવી સરકારમાં હિન્દુ શિક્ષકોના બળજબરીપૂર્વક રાજીનામા લેવાયાનો દાવો 1 - image


Image Source: X

Bangladesh Hindu Teachers: બાંગ્લાદેશમાં બળવા વચ્ચે હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. બાંગ્લાદેશમાં નવી સરકારમાં હિન્દુ શિક્ષકોના બળજબરીપૂર્વક રાજીનામા લેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાંના શિક્ષકોને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમના રાજીનામા તેમની પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે પાડોસી દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 હિન્દુ શિક્ષકોને પોતાની નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. 

અહેવાલ પ્રમાણે બારીશાલની બકરગંજ સરકારી કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરે પણ પોતાનું રાજીનામું આપવું પડ્યું છે. 29 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ અને બહારના લોકોના ટોળાએ તેમની ઓફિસ પર હુમલો કર્યો અને તેમના રાજીનામાની માગ કરી હતી. કલાકો સુધી ડરાવ્યા ધમકાવ્યા બાદ હલદરે એક સાદા કાગળ પર માત્ર 'હું રાજીનામું આપું છું' લખીને સરકારી નોકરી છોડી દીધી.

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના વાયદાઓ છતાં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી ઘટનાઓ બની રહી છે. આ કારણે બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોમાં ભય અને લાચારીની લાગણી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

કાબી નઝરુલ યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ સ્ટડીઝ વિભાગના એસોસિએટ પ્રોફેસર શાંજય કુમાર મુખર્જીએ જણાવ્યું કે, મને પ્રોક્ટર અને વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યો. અમે અત્યારે ખૂબ જ અસુરક્ષિત છીએ.

બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન ઓઈક્યા પરિષદની વિદ્યાર્થી શાખા બાંગ્લાદેશ છાત્રા ઓઈક્યા પરિષદે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ કાર્યવાહીની નિંદા કરી હતી અને હિન્દુ સમુદાય દ્વારા સામનો કરવામાં આવી રહેલી વધતી અસહિષ્ણુતા પર વાત કરી. લેખિકા તસ્લીમા નસરીને સેના સમર્થિત મુહમ્મદ યુનુસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં શિક્ષકોને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. પત્રકારો, મંત્રીઓ, પૂર્વ સરકારી અધિકારીઓની હત્યા કરવામાં આવી રહી છે, અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. જનરલ ઝેડએ અહમદિયા મુસ્લિમોના ઉદ્યોગેને આગ ચાંપી દીધી. સૂફી મુસ્લિમોની મજાર અને દરગાહ ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવી પરંતુ યુનુસ તેના વિરુદ્ધ કંઈ નથી કહી રહ્યા. 


Google NewsGoogle News