ભારત સાથે 'દુશ્મની' બાંગ્લાદેશને ભારે પડશે! પાકિસ્તાન-ચીન પણ નહીં કરી શકે મદદ
Indian Bangladesh Relations : ઑગસ્ટમાં શેખ હસીનાની સત્તા પલટી બાદ બાંગ્લાદેશે ભારતનો ઉગ્ર વિરોધ કરવાનું શરૂ કરવાની સાથે પાકિસ્તાન અને ચીનની નજીક આવવાનું શરૂ કર્યું. પરંતુ બાંગ્લાદેશ વિવિધ જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર હોવાની હકીકતને નજરઅંદાજ કર્યું છે. જો કે, બાંગ્લાદેશને ભારત સાથે અંતર બનાવવું તેની અર્થવ્યવસ્થા માટે વિનાશક બની શકે છે.
ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને ચોખા, ઘઉં, ડુંગળી, લસણ, ખાંડ, કપાસ, અનાજ, શુદ્ધ પેટ્રોલિયમ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને સ્ટીલ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ માટે તેના પર નિર્ભર છે. 2022-23માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ બંને પક્ષે વેપાર 16 બિલિયન ડોલર હતો, જેમાંથી બાંગ્લાદેશની નિકાસ લગભગ 2 બિલિયન ડોલર હતી.
કાપડ ઉદ્યોગ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ
બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગને દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે અને કાપડ ઉદ્યોગનું GDPમાં 11 ટકાનું યોગદાન છે. વિડંબના એ છે કે, દેશનો કાપડ ઉદ્યોગ પણ ભારત પર ખૂબ જ નિર્ભર છે, જે ભારતના કુલ કપાસ ઉત્પાદનના 35 ટકા બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે. જો બાંગ્લાદેશમાં આ આયાત બંધ કરી દેવામાં આવે તો, બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ દિવ્યાંગ થઈ જશે અને તેની જેની બાંગ્લાદેશના GDPપર વિપરીત અસર પડશે. આ સાથે મોંઘવારી કાબૂ બહાર જશે અને બેરોજગારી ઝડપથી વધશે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગશે.
આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માગી માફી, થોડા દિવસ અગાઉ કરી નાખી હતી ભયંકર ભૂલ
મીડિયા અહેવાલ મુજબ, શેખ હસીનાની સત્તા પટલ થયા બાદ બાંગ્લાદેશને બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ કારણે દેશની GDPનો વૃદ્ધિદર 6.3 ટકા ઘટીને 5 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ સાથે માથાદીઠ આવકમાં પણ ઝડપી ઘટાડો નોંધાયો અને વધતી જતી મોંઘવારીએ સ્થિતિને વધુ ખરાબ બનાવી. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બાંગ્લાદેશ ભારત પર નિર્ભર છે. બંને દેશો વચ્ચે 4,367 કિલોમીટર લાંબી બોર્ડર છે. જ્યારે વેપાર ઉપરાંત ભારતે છેલ્લા 8 વર્ષમાં બાંગ્લાદેશને 8 બિલિયન ડોલરની સહાય આપી છે.
અનેક કંપનીઓ બંધ થવાના આરે
બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગ ચીન પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ઉદ્યોગ છે. આ સાથે ઘણી ટોચની બ્રાન્ડ્સ તેમના કપડાં બનાવે છે. દેશમાં કથળતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ સામે વધી રહેલી હિંસાને કારણે ઉદ્યોગને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક કંપનીઓ તેમની કામગીરી બંધ કરવાના આરે છે.