શેખ હસીના અને તેમની પુત્રીની મુશ્કેલી વધી, કોર્ટે ભ્રષ્ટાચાર કેસમાં વધુ એક ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું
Sheikh Hasina And Saima Wazed Corruption Case : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો થયો છે. બાંગ્લાદેશની એક કોર્ટે ભ્રષ્ટાચાર કેસની સુનાવણી હાથ ધરી હસીના અને તેમની પુત્રી સાઈમા વાજેદ પુતુલ તેમજ અન્ય 17 લોકો વિરુદ્ધ વધુ એક ધરપકડ વૉરન્ટ જારી કર્યું છે. આ લોકો વિરુદ્ધ છેતરપિંડી દ્વારા રહેણાંક પ્લોટ મેળવવાનો આરોપ લગાવાયો છે.
આરોપી ફરાર, તેથી ધરપકડ વૉરન્ટ જારી કરાયું : કોર્ટ
વાસ્તવમાં બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી આયોગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેનો ઢાકા મેટ્રોપોલિટન સીનિયર સ્પેશયલ જજ જાકિર હુસૈન ગાલિબે સ્વીકાર કરી લીધો છે. કોર્ટે કહ્યું કે, આરોપી ફરાર છે, તેથી ધરપકડ વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે.’
આયોગ ચોથી મેએ ભ્રષ્ટાચાર કેસનો તપાસ અહેવાલ રજૂ કરશે
ભ્રષ્ટાચાર વિરોધી આયોગના વકીલ મીર અહમદ સલામે કહ્યું કે, ‘કોર્ટે શેખ હસીના, તેમની પુત્રી અને અન્ય 17 લોકો વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ જારી કર્યું છે. ન્યાયાધીશે આયોગને આદેશ કર્યો છે કે, તેઓ પૂર્વાચલ વિસ્તારમાં રાજુક દ્વારા ભાડે આપેલી જમીન સંબંધિત આરોપની સુનાવણી માટે ચોથી મેએ પોતાનો તપાસ અહેવાલ જમા કરાવે.
આ પણ વાંચો : ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી
પુત્રી વાજેદે પ્લોટ મેળવવા માતા શેખ હસીનાને પ્રભાવિત કર્યા હતા
બાંગ્લાદેશમાં 2024માં ભારે હિંસા ભડકી હતી, જેના કારણે વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી ભારતમાં શરણ લીધી છે. ત્યારબાદ શેખ હસીના અને અન્ય સહ-આરોપીઓ વિરુદ્ધ 12 જાન્યુઆરી-2025માં ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં જણાવ્યા મુજબ સાઈમા વાજેદે પ્લોટ મેળવવા માટે માતા શેખ હસીનાને પ્રભાવિત કર્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન હતું.
હસીનાએ રૂ.4000 કરોડના બરબાદી કરી હોવાનો પણ આક્ષેપ
અગાઉ બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીના, તેમના રાજકીય સાથીઓ, વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાઓ અને બળજબરીથી ગુમ થવા સહિતના આરોપોમાં બે ધરપકડ વોરંટ જારી કર્યા હતા. ACCએ બુધવારે એક નવી તપાસ શરુ કરી છે, જેમાં આક્ષેપ કરાયો છે કે, હસીના, તેમની નાની બહેન શેખ રેહાના અને ભૂતપૂર્વ અધિકારીએ મુજીબ શતાબ્દી ઉજવણી માટે 4000 કરોડ રૂપિયાના બરબાદીની કરી છે. ACCએ આરોપ લગાવ્યો હતો કે, આ રકમ રાષ્ટ્રીય તિજોરીમાંથી ખર્ચવામાં આવી છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે