બંગાળની ‘આઝાદી’ માટે પાકિસ્તાન-ચીન મદદ કરે, બાંગ્લાદેશના આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
બંગાળની ‘આઝાદી’ માટે પાકિસ્તાન-ચીન મદદ કરે, બાંગ્લાદેશના આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું 1 - image


Bangladesh terrorist jashimuddin rahmani: બાંગ્લાદેશની હવે નવી ચાલ. શેખ હસીનાને સત્તામાંથી હાંકી કાઢ્યા બાદ મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં બનેલી વચગાળાની સરકારે પોતાના દેશના એક આતંકવાદી જસીમુદ્દીન રહમાનીને જેલમાંથી મુક્ત કરી દીધો. હવે આ જ રહમાની જે અલકાયદા સાથે સબંધિત છે તે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. અંસરુલ્લાહ બંગલા ટીમ (એબીટી)ના પ્રમુખ રહેમાનીએ એક વીડિયોમાં ભારતને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથે સબંધ ન રાખવાની ચેતવણી આપી છે.

એબીટીના પ્રમુખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે 'કાશ્મીરની આઝાદી'ની વાત કરી રહ્યો છે. આ સાથે જ તેણે તેના માટે ભારત અને અફઘાનિસ્તાનની પણ મદદ માગી. આ ઉપરાંત તેણે પશ્ચિમ બંગાળને ભારત સાથે અલગ કરવાની માગ કરી દીધી છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળને મોદીના શાસનથી મુક્ત કરવા અને સ્વતંત્રતાની ઘોષણા કરવાનો પણ આગ્રહ કર્યો.

જેલમાં બંધ હતો રહેમાની

તમને જણાવી દઈએ કે, રહેમાની લાંબા સમયથી જેલમાં બંધ હતો. પરંતુ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસની સરકાર આવ્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. ત્યાર બાદથી તે સતત ભારત વિરોધી નિવેદનો અને વીડિયો જારી કરી રહ્યો છે. જસીમુદ્દીન રહેમાની હત્યાના આરોપમાં 5 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. બાંગ્લાદેશમાં સૈન્ય સમર્થિત વચગાળાની સરકાર સત્તામાં આવી તેના થોડા જ અઠવાડિયા પછી ઓગસ્ટમાં તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ભારતનું ટેન્શન વધારી રહ્યો

રહેમાનીની મુક્તિ બાદથી ભારતનું ટેન્શન વધી ગયું છે. તમને જણાવી દઈએ કે, રહેમાનીના સંગઠન એબીટી અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેટ (એક્યૂઆઈએસ) સાથે મજબૂત સબંધ છે. અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેટ ભારતમાં પ્રતિબંધિત છે. તેણે ભારતને બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈ પણ આક્રમક કાર્યવાહી વિરુદ્ધ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, આ દેશ સિક્કિમ કે ભૂટાન જેવો નથી. આ 18 કરોડ મુસલમાનોનો દેશ છે.

'ચિકન નેક' કાપવાની ધમકી

જસીમુદ્દીન રહેમાનીએ ભારતના 'ચિકન નેક' કાપીને ભારતના પૂર્વોત્તર રાજ્યોને અન્ય હિસ્સાથી અલગ કરવા માટે ચીનની પણ મદદની વાત કરી છે. રહેમાનીનો બંગાળના સીએમને સંદેશ એવા સંવેદનશીલ સમયમાં આવ્યો છે જ્યારે એમની સરકાર કોલકાતામાં એક ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ જનતાના આક્રોશનો સામનો કરી રહી છે.


Google NewsGoogle News