Get The App

યૂનુસ સરકારની વધુ એક કરતૂત, સરહદ પર ગોળીબાર મુદ્દે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
યૂનુસ સરકારની વધુ એક કરતૂત, સરહદ પર ગોળીબાર મુદ્દે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ 1 - image


India-Bangladesh Border Dispute : ભારત-બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાદ-વિવાદ અને ઘર્ષણ વધી ગયું છે. તાજેતરમાં જ બંને દેશોની સરહદ પર ગોળીબારની ઘટના બની હતી. ત્યારબાદ યૂનુસ સરકારે ભારત પરગંભીર આક્ષેપ કર્યો છે તેમજ તેમના વિદેશ મંત્રાલયે ભારતના હાઈકમિશનર પ્રણય વર્માને બોલાવ્યા છે. 

15-20 તસ્કરોએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો

વાસ્તવમાં બંને દેશોની સરહદ નવાદા સરહદ ચોકી પર 10 જાન્યુઆરીએ ગોળીબારની ઘટના બની હતી. આ દરમિયાન 15થી 20 હથિયારધારી તસ્કરોએ જબરદસ્તીથી સરહદ પાર સામાન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બીએસએફના જવાનોએ પણ તેમને ચેતવણી આપી હતી, જોકે તેઓ ન માનતા છેવટે બીએસએફે ફાયરિંગ કર્યું હતું.

VIDEO: ઉત્તરાખંડના પૌડીમાં બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 5 લોકોના મોત, 15થી વધુ ઘાયલ

યૂનુસ સરકારે ભારત પર કર્યો આક્ષેપ

ગોળીબારના ઘટના બાદ બાંગ્લાદેશમાં ઉથલપાથલ બાદ વચગાળાની સરકારની બાગડોર સંભાળનાર મોહમ્મદ યૂનુસે ભારત પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમની સરકારનું કહેવું છે કે, ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં કથિત ગોળીબાર કર્યો છે. આ ઘટના બાદ સરહદ પર બંને દેશોના સંબંધોમાં ખટરાગ શરૂ થઈ ગયો છે.

તસ્કરો ચક્કુ અને બોટલે છોડીને ભાગ્યા

ઘટના બાદ બીએસએફ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે, શુક્રવાર (10 જાન્યુઆરી)ની રાત્રે બાંગ્લાદેશની સરહદ તરફથી કેટલાક તસ્કરોએ ભારતી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સેનાના જવાનોએ ઘૂસવાનો ઈન્કાર કરવા છતાં તેઓ પરત ફરવા માંગતા ન હતા. ત્યારબાદ તસ્કરોએ જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં જવાનોએ ખાલી રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈને પણ ઈજા થવાની સંભાવના નકારી શકાય નહી. તસ્કરો પાસે ફેંસેડિલની 25 બોટલે, એક ચક્કુ અને એક ટોર્ચ હતી, જે તેઓ છોડીને ભાગી ગયા હતા.

સ્ટીવ જોબ્સના પત્નીને કાશીમાં શિવલિંગને સ્પર્શ કરવાની અનુમતિ કેમ ન અપાઈ, ગંગામાં લગાવશે ડૂબકી


Google NewsGoogle News