VIDEO: શેખ હસીનાના બેડરૂમમાં ઘૂસ્યું ટોળું, ગૃહ મંત્રીના ઘરમાં પણ તોડફોડ અને લૂંટફાટ
Bangladesh Violence : બાંગ્લાદેશમાં ગઈકાલે લોહિયાળ હિંસા શરુ થયા બાદ આજે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગઈકાલે પોલીસ, સત્તાધારી પક્ષના કાર્યકરો અને વિદ્યાર્થી દેખાવકારો વચ્ચે અથડાણ માત્ર રસ્તા પર જ થયું હતું, જોકે હવે સ્થિતિ છેક વડાપ્રધાન શેખ હસીના(PM Sheikh Hasina)ના ઘર, ગૃહમંત્રીના સરકારી નિવાસસ્થાન અને પાર્લામેન્ટ સુધી પહોંચી ગયા છે, અને આ બન્ને નિવાસસ્થાનોમાં દેખાવકારોએ ભારે તોડફોડ મચાવી છે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હજારો દેખાવકારો તેમના સરકારી નિવાસસ્થાનમાં ઘૂસી ગયા છે. એટલું જ નહીં ગૃહમંત્રીના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ મચાવી છે. આ ઉપરાંત ઢાકામાં વડાપ્રધાનની પાર્ટી અવામી લીગની ઑફિસમાં પણ આગ લગાવી દેવાઈ છે.
મેકઅપનો સામાન, ખુરશીઓ, ડબ્બાની લૂંટ
વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને જતાં હોવાના અહેવાલો મળ્યા બાદ દેખાવકારો બેકાબૂ બન્યા છે અને હવે તેઓ હજારોની સંખ્યામાં વડાપ્રધાનના મહેલમાં પહોંચી તોડફોડ મચાવી રહ્યા છે. આમાંથી ઘણા લોકો શેખ હસીનાના બેડરૂમમાં પહોંચી ગયા છે. અહીં કેટલાંક લોકો મેકઅપનો સામાન લૂંટી ગયા છે, તો કેટલાક ખુરશી અને ડબ્બાઓ ઉઠાવી ગયા છે. એટલું જ નહીં દેખાવકારો તેમના બેડ પર બેસી સેલ્ફી ખેંચતા પણ જોવા મળી રહ્યા છે. કેટલાંક તેમની તિજોરી તોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે બપોરે 2.30 કલાકે દેશ છોડી દીધો છે અને તેઓ સેનાના હેલિકૉપ્ટરમાં ભારત પહોંચી ગયા છે.
દેખાવકારોએ ગૃહમંત્રીના ઘરમાં લગાવી આગ
દેખાવકારોએ વડાપ્રધાનના નિવાસસ્થાને હલ્લાબોલ મચાવ્યા બાદ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાન(Home Minister Asaduzzaman Khan)ના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ મચાવી હતી. અહીં ખુરશીઓ ઉઠાવી ફેંકી દેવાઈ હતું. એટલું જ નહીં આગ ચાંપવાનો પણ પ્રયાસ કરાયો હતો. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રવેશ દ્વાર તોડી મંત્રીના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. થોડીવાર બાદ તેમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત દેખાવકારોએ મંત્રીઓ, નેતાઓ અને ઢાકામાં અવામી લીગની ઑફિસમાં પણ હલ્લાબોલ કર્યું હતું. હાલ દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને જોઈ મોટાભાગના નેતાઓ પોતાનો જીવ બચાવવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો
• વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં એન્ટ્રી, હવે શેખ હસીના યુગનો અંત
• શેખ હસીનાના પિતા સહિત 18ની થઈ હતી હત્યા, ત્યારે ઈન્દિરા ગાંધીએ પણ ભારતમાં આશરો આપ્યો હતો
• બાંગ્લાદેશની સેના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટ આપી હતી
• બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, દેખાવકારોની પીએમ હાઉસમાં ઘૂસીને તોડફોડ
• બાંગ્લાદેશ ભડકે બળ્યું, કેમ શેખ હસીનાને દેશ છોડી ભારતમાં શરણ લેવી પડી? સમજો સરળ ભાષામાં
• ઈન્દિરા ગાંધીએ પણ શેખ હસીનાને ઘરમાં આપ્યો હતો આશરો, ગાંધી પરિવાર સાથે મજબૂત સંબંધ
• બાંગ્લાદેશમાં હિંસામાં 133નાં મોત વચ્ચે શહીદોના પરિવારની અનામત રદ