Get The App

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત બનશે વડાપ્રધાન, પાર્ટીએ 224 બેઠકો જીતી

વિપક્ષે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત બનશે વડાપ્રધાન, પાર્ટીએ 224 બેઠકો જીતી 1 - image


Bangladesh Election | બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન પદે જળવાઈ રહ્યા છે. આ પહેલા શેખ હસીના 1991 થી 1996 સુધી પણ વડાપ્રધાન રહ્યા હતા. 

224 બેઠકો અત્યાર સુધી જીત્યા 

અત્યાર સુધીની મત ગણતરીમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગે 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી લીધી હતી. જ્યારે બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી. અપક્ષોએ 62 બેઠકો જીતી હતી  જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી હતી. આ દરમિયાન, બાકીની બે બેઠકો માટે હજુ મતગણતરી ચાલી રહી છે.

શેખ હસીના ભારે માર્જિનથી જીત્યાં 

શેખ હસીનાએ તેમની સંસદીય સીટ ગોપાલગંજ-3 પરથી ભારે માર્જિનથી જીત્યાં હતાં. તેમને 2,49,965 મત મળ્યા. જ્યારે તેમના નજીકના હરીફ એમ. નિઝામઉદ્દીન લશ્કરને માત્ર 469 મત મળ્યા હતા. શેખ હસીનાએ 1986 પછી આઠમી વખત ગોપાલગંજ-3થી ચૂંટણી જીતી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે ફક્ત 40 ટકા વોટિંગ જ થયું હતું  

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત બનશે વડાપ્રધાન, પાર્ટીએ 224 બેઠકો જીતી 2 - image



Google NewsGoogle News