Get The App

બાંગ્લાદેશ સામે અંધકારમાં ડૂબી જવાનું સંકટ! 200 કરોડનું વીજબિલ બાકી, ભારત પાડોશી ધર્મ ક્યાં સુધી નિભાવશે?

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
Manik saha


Bangladesh owes Tripura ₹200 crore in unpaid electricity bills: બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત પર વિવિધ પ્રકારના આરોપો લગાવી રહી છે. પરંતુ ભારત સિવાય તેનો ઉદ્ધાર થાય તેમ લાગતુ નથી. બાંગ્લાદેશ પર ત્રિપુરા સરકારનું રૂ. 200 કરોડનુ વીજ બિલ બાકી હોવાનો ખુલાસો રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કર્યો છે.

મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે, પાડોશી દેશ બાંગ્લાદેશને સપ્લાય થતી વીજ પર પ્રતિબંધ મુકવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડના માધ્યમથી ત્રિપુરા રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ પાડોશી દેશ બાંગ્લાદેશને 60-70 મેગાવોટ વીજ પુરવઠો મોકલે છે. જેના માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રૂ. 500થી વધુ મૂલ્યની ચલણી નોટ રજૂ થવાની અટકળોનો અંત, સરકારે આપી સ્પષ્ટતા

બાંગ્લાદેશ પર રૂ. 200 કરોડનું દેવું

બાંગ્લાદેશે ત્રિપુરાને વીજ પુરવઠા બદલ રૂ. 200 કરોડની ચૂકવણી કરી નથી. આ રકમ વ્યાજ સાથે દરરોજે વધી રહી છે. જો બાકી ચૂકવવામાં નહીં આવે તો વીજ પુરવઠો અટકાવવામાં આવી શકે છે. જો કે, મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાલ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સરકાર માર્ચ, 2016થી બાંગ્લાદેશને વીજ પુરવઠો પૂરો પાડી રહી છે. ઓગસ્ટ, 2024થી બાંગ્લાદેશમાં સત્તાપલટો સહિત હિંસાની ઘટનાઓ બનતાં દેશ ત્રિપુરાને કોઈ ચૂકવણી કરી નથી.

ત્રિપુરામાં વીજ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે અનેક મશીનરી બાંગ્લાદેશ (ચટગાંવ પોર્ટ)માંથી લાવવામાં આવી હતી. જેના બદલામાં ત્રિપુરા સરકારે એક કરાર બાદ બાંગ્લાદેશને પુરવઠો પહોંચાડવાનો નિર્ણય લીધો હતો. ત્રિપુરામાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ત્રણેય બાજુઓ પર બાંગ્લાદેશની સરહદ આવેલી છે. અગરતલામાં બાંગ્લાદેશના સહાયક ઉચ્ચ આયોગમાં સુરક્ષા ભંગ બદલ મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ સામે અંધકારમાં ડૂબી જવાનું સંકટ! 200 કરોડનું વીજબિલ બાકી, ભારત પાડોશી ધર્મ ક્યાં સુધી નિભાવશે? 2 - image


Google NewsGoogle News