બાંગ્લાદેશની નવી સરકારનો હિન્દુ વિરોધી વધુ એક નિર્ણય, દુર્ગા પૂજાના મંડપો અંગે આપ્યો આ આદેશ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશની નવી સરકારનો હિન્દુ વિરોધી વધુ એક નિર્ણય, દુર્ગા પૂજાના મંડપો અંગે આપ્યો આ આદેશ 1 - image

Another Anti-Hindu Decision By Government Of Bangladesh: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ત્યાંના હિંદુઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વિનંતી કરી ચૂક્યા છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, બાંગ્લાદેશ સરકારે આદેશ જારી કર્યો છે કે દુર્ગા પૂજા મંડપમાં ધાર્મિક વિધિઓ દરમિયાન ઉપયોગમાં લેવાતા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકરને અઝાન અને નમાઝ દરમિયાન બંધ રાખવામાં આવે. બાંગ્લાદેશ સરકારના આ આદેશનો હવે વિરોધ થઈ રહ્યો છે.

અઝાનના પાંચ મિનિટ પહેલા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકર બંધ રાખવા પડશે 

બાંગ્લાદેશના અખબાર ટ્રિબ્યુનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશના ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ મંગળવારે આદેશ જાહરે કર્યો છે કે અઝાન અને નમાઝ દરમિયાન દુર્ગા પૂજાના મંડપમાં વપરાતા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકર બંધ રાખવામાં આવે. અઝાનના પાંચ મિનિટ પહેલા મ્યુઝિક સિસ્ટમ બંધ કરવી ફરજિયાત રહેશે.

પૂજા મંડપની સંખ્યા ઘટી

બાંગ્લાદેશની લગભગ 8 ટકા વસ્તી હિંદુઓની છે. બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળની નજીક હોવાથી ત્યાં રહેતા હિન્દુઓ દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં આ વર્ષે 32,666 પૂજા મંડપ સ્થાપવામાં આવશે. દક્ષિણ ઢાકા શહેરમાં 157 અને ઉત્તર ઢાકા શહેર કોર્પોરેશનમાં 88 પૂજા મંડપની સ્થાપનાકરવામાં આવશે. ગયા વર્ષે આ સંખ્યા 33,431 હતી. પરંતુ આ વર્ષે આ સંખ્યા ઘટી ગઈ છે. આ વખતે આ ઘટાડો ત્યાં રહેતા હિંદુઓની હાલતને કારણે થયો છે, તેવું કહેવાઈ રહ્યું છે.

નવું તાલિબાની બાંગ્લાદેશ

બાંગ્લાદેશ સરકારના આ આદેશને લઈને ભારતમાં તેનો વિરોધ શરૂ થઈ ગયા છે. ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ આદેશનો વિરોધ કર્યો છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, 'બાંગ્લાદેશના ગૃહ પ્રધાનના સલાહકાર નિર્દેશ આપી રહ્યા છે કે હિન્દુઓએ અઝાનની 5 મિનિટ પહેલા તેમની પૂજા, સંગીત અને કોઈપણ ધાર્મિક વિધિઓ બંધ કરવી પડશે, અન્યથા લોકોની ધરપકડ કરવામાં આવશે, આ નવું તાલિબાની બાંગ્લાદેશ છે.

આ પણ વાંચો: અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ...: મોહમ્મદ યુનુસે ફરી ભારતને બતાવી આંખ

હિંદુઓ પર હુમલાનો મુદ્દો સાંપ્રદાયિક કરતાં રાજકીય 

અગાઉ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ ખાને ખાતરી આપી હતી કે બાંગ્લાદેશ તમામ લઘુમતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપશે. પરંતુ તાજેતરમાં યુનુસે ખાને જણાવ્યું હતું કે, લઘુમતી હિંદુઓ પર હુમલાનો મુદ્દો બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક કરતાં વધુ રાજકીય છે.


Google NewsGoogle News