નમાઝ-અજાન દરમિયાન દૂર્ગા પૂજા ન કરે હિન્દુઓ: બાંગ્લાદેશની નવી સરકારનું ફરમાન
Bangladesh New Government Order For Hindu: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે દેશના હિન્દુઓ માટે ફરમાન જાહેર કર્યું છે. આદેશ અનુસાર, હિન્દુઓને નમાઝ અને અઝાન દરમિયાન દુર્ગા પૂજા રોકવાનું કહેવાયું છે. સરકારે હિન્દુ સમુદાયોને દુર્ગા પૂજા સંબંધિત ગતિવિધિઓને અઝાન અને નમાઝ દરમિયાન બંધ કરવાનો આગ્રહ કરાયો છે.
નમાઝ-અઝાન દરમિયાન મ્યુઝિકલ સિસ્ટમ બંધ રાખવી
ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટિનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ આદેશ કરતા જણાવ્યું કે, 'સરકારના નિર્ણયથી તમામ પૂજા સમિતિઓ સંમત છે.' તમામ પૂજા સમિતિઓને નમાઝ અને અઝાન દરમિયાન મ્યુઝિક સિસ્ટમ બંધ રાખવાનું કહેવાયું છે. નમાઝના 5 મિનિટ પહેલાં દુર્ગા પૂજા અને તેના સાથે જોડાયેલી ગતિવિધિઓને બંધ કરવી પડશે.
32 હજારથી વધુ મંડપ બનશે
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સૌથી મોટો ઘાર્મિક તહેવાર દુર્ગા પૂજાની ઉજવણી કરશે. આ પહેલાં સરકારે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક બેઠક બોલાવી હતી, જેમાં સંમતિથી અમુક નિર્ણય લેવામાં આવ્યા. સરકારે જાણકારી આપી કે, આ વર્ષે દુર્ગા પૂજા માટે દેશભરમાં કુલ 32,666 મંડપ બનાવવામાં આવશે. 157 મંડપ ઢાકા સાઉથ સિટીમાં અને 88 નોર્થ સિટી કોર્પોરેશનમાં હશે.
હિન્દુ સમિતિઓએ પણ માન્યો આ આદેશ
બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે, પૂજા મંડપોમાં 24 કલાક સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? પૂજાને તમામ મુશ્કેલીઓ અને તોફાની તત્વોની ગતિવિધિઓથી કેવી રીતે રોકવી? બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, હિન્દુઓને નમાઝ અને અઝાન દરમિયાન દુર્ગા પૂજા ન કરવાનો આ આદેશ હિન્દુ સમિતિઓએ પણ માની લીધો.