Get The App

બાંગ્લાદેશ હિંસાઃ વિદેશી બજારો ભારત તરફ ડાયવર્ટ થવાની શક્યતા, 40 કરોડના ઓર્ડર મળવાનો સંકેત

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
bangladesh Textile Business

Image: IANS



Bangladesh Violence Will Increase opportunity For Indian Textile Sector: બાંગ્લાદેશમાં જારી રાજકીય સંકટ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ તોફાનો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. દેશની કમાન સેનાના હાથમાં છે. જેણે વચગાળાની સરકાર બનાવી મોહમ્મદ યુનુસને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં જારી આ તણાવના માહોલમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિકની સાથે સાતે આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થયા છે.

વિશ્વભરમાં બાંગ્લાદેશ ટોચનો ટેક્સટાઈલ નિકાસકાર છે. બાંગ્લાદેશ દરમહિને 3.5 અબજથી 3.8 અબજ ડોલર કપડાંની નિકાસ કરે છે. બાંગ્લાદેશના રાજકીય સંકટથી ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને લાભ થવાનો અંદાજ છે. કારણકે, વિદેશી બજારો ભારત તરફ શિફ્ટ થઈ શકે છે.

ભારતને મળશે ગારમેન્ટના અધૂરા ઓર્ડર

બાંગ્લાદેશના અશાંત માહોલ બાદ આંતરરાષ્ટ્રીય ખરીદદાર બીજા વિકલ્પોની શોધ કરી રહ્યા છે. તેમની નજરમાં ભારત મજબૂત દાવેદાર છે. નિષ્ણાતોએ અંદાજ મૂક્યો છે કે, જો બાંગ્લાદેશની નિકાસનો 10થી 11 ટકા હિસ્સો પણ ભારતમાં આવે છે તો, ભારતને દરમહિને રૂ. 30-40 કરોડ ડોલરનો કારોબાર મળી શકે છે.

આ દેશોમાંથી ઓર્ડર વધી શકે

બાંગ્લાદેશને યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકા જેવા મોટા બજારોમાંથી મહત્તમ ઓર્ડર મળે છે. જો કે, બદલાયેલા સંજોગોમાં પણ નિકાસકારો પણ ગયા વર્ષની સરખામણીએ 2024-25માં 10 ટકા વધુ ઓર્ડરનો અંદાજ લગાવી રહ્યા છે. ભારતની માસિક કાપડની નિકાસ આશરે 1.3 થી 1.5 અબજ ડોલર છે. જો ભારતને 10 ટકાથી વધુ ઓર્ડર મળે, તો પણ ભારત પાસે તેને સરળતાથી પૂર્ણ કરવાની ક્ષમતા છે.

આ પણ વાંચોઃ ઈરાન-લેબેનોન ધમકી આપતા રહ્યાં અને ઈઝરાયલે રાતભર હુમલા કરી ઊંઘ ઊડાડી દીધી

ભારતને $40 કરોડના વધારાના ઓર્ડર મળશે!

નિષ્ણાતોના મતે, ભારત તરત જ 30-40 કરોડ ડોલરના વધારાના ઓર્ડરને હેન્ડલ કરી શકે છે. જો બાંગ્લાદેશમાં લાંબા સમય સુધી હિંસાનો માહોલ જળવાઈ રહ્યો, તો ભારત અને અન્ય કેટલાક દેશોને અન્ય વિદેશી બજારોનો ફાયદો થઈ શકે છે. બાંગ્લાદેશના ટેક્સટાઇલ સેક્ટરને આ વર્ષે ઓર્ડર ગુમાવવાની શક્યતાને કારણે ભારે નુકસાન થઈ શકે છે. ગયા વર્ષે, બાંગ્લાદેશે લગભગ $47 અબજ કાપડની નિકાસ કરી હતી. આ વર્ષે તે 50 અબજ ડોલરથી વધુ થવાની ધારણા હતી. પરંતુ ત્યાં ફેલાયેલી હિંસાથી કાપડ ઉદ્યોગને ભારે નુકસાન થયું છે.

ભારતીય કાપડ ઉત્પાદકો પાછા ફરશે!

સતત કામ બંધ થવાને કારણે બાંગ્લાદેશનું ટેક્સટાઈલ સેક્ટર હવે નિકાસ ઓર્ડર પૂરા કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો કે, ઘણી ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. જે ત્યાંના ઉદ્યોગનો લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે. બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે આ કંપનીઓ તેમની કામગીરી ભારતમાં લાવી શકે છે કારણ કે માલની હેરફેરમાં વિલંબ ક્રિસમસ સિઝન માટે સપ્લાય ચેઇનને અસર કરી રહ્યો છે. ભારતને તેનો વ્યૂહાત્મક લાભ મળશે અને દેશની કાપડ નિકાસને વેગ મળશે.  બાંગ્લાદેશ હિંસાઃ વિદેશી બજારો ભારત તરફ ડાયવર્ટ થવાની શક્યતા, 40 કરોડના ઓર્ડર મળવાનો સંકેત 2 - image


Google NewsGoogle News