ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા બાંગ્લાદેશ હાઈકોર્ટનો સ્પષ્ટ ઈન્કાર
- હાઈકોર્ટે કહ્યું : 'સરકારે, કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેવું જોઈએ, લોકોનાં જાન-માલની સુરક્ષા કરવી જોઈએ
ઢાકા : બાંગ્લાદેશની સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકારે સલામતિ અને શાંતિ અંગેના તમામ યોગ્ય પગલાં લઈ લીધાં છે. તે પછી હાઈકોર્ટને 'સ્વયમેવ' (સુઓ મોટો) કાર્યવાહી કરી, 'ઈસ્કોન'ની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે, કરાયેલી યાચિકા અસ્વીકાર્ય ગણી હતી, અને ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ ફરાહ મહેબૂબ અને ન્યાયમૂર્તિ દેબાશિષ રૉય- ચૌધરીની બનેલી બેન્ચે સુપ્રીમ કોર્ટના વકીલ, મોહમ્મદ મુનીર ઉદ્દીનની તે પ્રતિબંધ અંગેની દલીલ અસ્વીકાર્ય ગણી હતી. જો કે, 'મોહમ્મદ મુનીર ઉદ્દીતે તેઓ સમક્ષ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિશ્ન કોત્સ્યસને (ઈસ્કોન) સંબંધે કેટલાક ન્યૂઝ પેપર - રીપોર્ટસ રજૂ કરી સરકારને, તેની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા આદેશ આપવા જણાવ્યું હતું. પરંતુ, કોર્ટે તેનો અસ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત તે અરજીમાં, ચિત્તોગ્રામ, રંગપુર અને દીનામ્પુરમાં કલમ ૧૪૪ અમલી કરવા માટે કરેલી અરજનો પણ સ્વીકાર કર્યો હતો.
આ સાથે, કોર્ટે એટર્ની-જનરલને આદેશ આપ્યો હતો કે- ઈસ્કોનની વર્તમન પ્રવૃત્તિઓ અંગે સરકારે શાં પગલાં લીધાં છે. તેનો રીપોર્ટ રજૂ કરવો.
આ સાથે બેન્ચે ઈચ્છા વ્યક્ત કરી હતી કે સરકાર કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેશે. તેમણે રહેવું પણ જોઈએ અને લોકોનાં જાનમાલની સુરક્ષા કરવી જોઈએ. આ માહિતી આપતાં દેશનું વર્તમાનપત્ર ડેઈલી સ્ટાર જણાવે છે કે એડીશનલ એટર્ની જનરલ, યનીક આર. હક્ક અને ડેપ્યુટી એટર્ની જનરલ મહમ્મદ આસદ ઉદ્દીને હાઈકોર્ટની પીઠીકાને જણાવ્યું હતું કે, વકીલ સૈફ-ઉલ્-ઈસ્લામ-અસિફની હત્યા અંગે ૩ જુદા જુદા કેસ કરવામાં આવ્યા છે તેમજ ઈસ્કોનની પ્રવૃત્તિઓ અંગે પણ કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં ૩૩ આરોપીઓની ધરપકડ પણ થઈ છે. તેમ છતાં કોર્ટે તે કેસો પૂરા ન થાય એ કોઈ નિશ્ચિત ચૂકાદો ન આવે ત્યાં સુધી કોઈ પણ હુકમ કરવાનો (ઈસ્કોન ઉપર પ્રતિબંધ મુકવાનો) સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ટુંકમાં તેમાં ઈસ્કોનની સંડોવણી છે કે કેમ તે સાબિત કરવા કહ્યું હતું.