Get The App

હવે જાહેરમાં ભારતને આંખો બતાવી રહ્યું છે બાંગ્લાદેશ, પોતાના રાજદૂતોને પરત બોલાવ્યા, જાણો કારણ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Muhammad Yunus


India-Bangladesh Relations : બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં જ ભારત સહિત પાંચ દેશોમાં આદેશ જાહેર કરી ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશે ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, પોર્ટુગલ અને સંયુક્ત રાષ્ટ્રમાંથી પોતાના રાજદૂતોને તુરંત ઢાકા બોલાવી લીધા છે.

આ પાંચ દેશોના રાજદૂતોને પરત બોલાવાયા

બાંગ્લાદેશની સરકારે જે પાંચ રાજદૂતોને તાત્કાલીક ઢાકા બોલાવ્યા છે, તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તફિઝુર રહમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિથ, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ.અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહબૂબ હસન સાલેહ અને પોર્ટુગલમાં રાજદૂત રેજિના અહમદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ઈઝરાયલનો લેબેનોનમાં ફરી હુમલો, બેરુતમાં ત્રણ સ્થળો પર એરસ્ટ્રાઈક, 9ના મોત, 14ને ઈજા

કોઈપણ વિલંબ વગર પરત ફરવા આદેશ

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સહિત પાંચ દેશોના રાજદૂતોને કોઈપણ વિલંબ વગર પરત ફરવા આદેશ જાહેર કર્યો છે. બાંગ્લાદેશી સરકારના આ નિર્ણય લેવા પાછળનું કારણ વિદેશી સેવાની અંતર અસંતોષ અથવા અન્ય આંતરિક કારણો હોઈ શકે છે. એવું પણ હોઈ શકે છે કે, આ નિમણૂંક રાજકીય ન હતી.

હવે જાહેરમાં ભારતને આંખો બતાવી રહ્યું છે બાંગ્લાદેશ, પોતાના રાજદૂતોને પરત બોલાવ્યા, જાણો કારણ 2 - image

પરસ્પર સંબંધો જાળવી રાખવાની જરૂર : મોહમ્મદ તૌહીદ હુસૈન

બાંગ્લાદેશ-ભારત વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો છે. બંને દેશો વચ્ચે 4000 કિમીથી વધુની સરહદ આવેલી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું છે કે, બંને દેશોએ મજબૂત પરસ્પર સંબંધો જાળવી રાખવાની જરૂર છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કયો દેશ કોની તરફેણમાં? આ મુસ્લિમ દેશો યહૂદી દેશના સમર્થનમાં!


Google NewsGoogle News