Get The App

બાંગ્લાદેશના કાળી માતાના મંદિરમાંથી મુગટ ચોરાયો, વડાપ્રધાન મોદીએ ભેટમાં આપ્યો હતો

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
Bangladesh Crown Of Goddess Kali Stolen


Bangladesh Crown Of Goddess Kali Stolen: બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનો મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના જણાવ્યા અનુસાર, હું દિવસે પૂજા પૂર્ણ કર્યા બાદ લગભગ 2:00 વાગ્યે મંદિરમાંથી બહાર નીકળ્યો હતો. તેના થોડાક સમય બાદ મંદિરના સફાઈ કર્મચારીઓ પરિસરની સફાઈ કરવા અંદર આવ્યા હતા. જ્યાં તેમણે જોયું કે મુગટ જ ગાયબ હતો. પીએમ મોદીએ બાંગ્લાદેશની મુલાકાતના ભાગરૂપે 27 માર્ચ, 2021ના રોજ જેશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી.

આ મંદિર હિંદુ ધર્મના 52 શક્તિપીઠોમાંથી એક

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ મંદિર હિંદુ ધર્મના 52 શક્તિપીઠોમાંથી એક છે. તે દિવસે મોદીએ પ્રતીકાત્મક ઈશારા તરીકે કાળી માતાના સિરે મુગટ રાખ્યું હતું. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે અમે ચોરને પકડી પાડવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, ફ્લોરિડામાં 4 લોકોનાં મોત, 32 લાખ ઘરોમાં વીજળી ડૂલ


ચાંદીનો બનેલો મુગટ હતો 

પેઢીઓથી મંદિરની સંભાળ રાખનારા પરિવારના સભ્યોમાંથી એક જ્યોતિ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મુગટ ચાંદીનો બનેલો હતો અને તેના પર સોનાનું લેયર હતું. પીએમ મોદીએ મંદિરની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ-19 મહામારી બાદ   પછી કોઈ દેશની તેમની પ્રથમ મુલાકાતનો હતો.

બાંગ્લાદેશના કાળી માતાના મંદિરમાંથી મુગટ ચોરાયો, વડાપ્રધાન મોદીએ ભેટમાં આપ્યો હતો 2 - image



Google NewsGoogle News