બાંગ્લાદેશ કટોકટી : યુએનનાં નેતૃત્વ નીચેની ટીમ દ્વારા તે અંગે તપાસ હાથ ધરાવી જોઈએ : બ્રિટન

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ કટોકટી : યુએનનાં નેતૃત્વ નીચેની ટીમ દ્વારા તે અંગે તપાસ હાથ ધરાવી જોઈએ : બ્રિટન 1 - image


- હસીના લંડન આવશે તેવો ઉલ્લેખ હજી યુકેએ નથી કર્યો

- શેખ હસીનાનું હેલીકોપ્ટર ગાઝીયાબાદના હીન્ડોન એરબેઝ પર ઉતર્યું : તેઓ યુકેમાં આશ્રય લેશે તેવી સ્પષ્ટતા નથી કરી

નવી દિલ્હી : ક્વોટા સિસ્ટીમનાં બહાના નીચે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વ્યાપક હિંસક તોફાનોને લીધે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડી હેલિકોપ્ટર દ્વારા નાસી ગયા હતા. ઢાકાથી તેઓ ભારત આવવા નીકળ્યા અને ગાઝીયાબાદ પાસેના હીઝોન એરબેઝ ઉપર ઉતરાણ કર્યું. પરંતુ તેઓ ઇંગ્લેન્ડમાં રાજયાશ્રય લેશે કે કેમ તે વિષે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

દરમિયાન ભારતમાં વિદેશ મંત્રી, એસ. જયશંકરના નેતૃત્વ નીચે સંસદ ભવનમાં એક સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવી, જેમાં વિદેશ મંત્રીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે સાંસદોને માહિતી આપી હતી.

બાંગ્લાદેશમાં અત્યારે લશ્કરના વડાના નેતૃત્વ નીચે વચગાળાની સરકાર રચાઈ છે. જેનું નેતૃત્વ લશ્કરના વડાએ લીધુ છે. તેઓએ વહેલામાં વહેલી તકે દેશમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવા અને ચૂંટાયેલી સરકારને સત્તાના સૂત્રો પોતે સોંપી દેશે તેમ જણાવવા સાથે લોકોને શાંત રહેવા જણાવ્યું છે.

ભારત આવી પહોંચેલા શેખ હસીનાને ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોબાલ મળ્યા હતા. તેઓ લંડન જવા રવાના થવાના છે.

બીજી તરફ ઇંગ્લેન્ડના વિદેશ મંત્રી ડેવીડ બેલીએ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે બાંગ્લાદેશનું લોકશાહી ભવિષ્ય શાંતિમય રહે. જો કે, તેમ કહ્યું ન હતું કે, શેખ હસીના ઇંગ્લેન્ડમાં રાજ્યાશ્રય લેશે.

હસીના ઇંગ્લેન્ડમાં રાજ્યાશ્રય લે તેવી પૂરી સંભાવના છે. તેઓએ બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે યુએનની તપાસ ટીમ મોકલવા અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News