ભારતમાં બેસીને લોકોને ગાયબ કરાવી રહ્યા છે શેખ હસીના, 3500 ગુમ: બાંગ્લાદેશનો આરોપ
Bangladesh News: બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તે બાંગ્લાદેશમાં ઘણાં લોકોને ગાયબ કરવામાં સામેલ છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ કહ્યું કે, તેને પુરાવા મળ્યા છે કે, બાંગ્લાદેશમાં લોકોને ગાયબ કરવાની પાછળ પદભ્રષ્ટ વડાંપ્રધાન શેખ હસીના અને તેના શાસનના ટોચ સૈન્ય અને પોલીસ અધિકારી છે.
3500થી વધારે લોકો ગાયબ
બાંગ્લાદેશમાં જબરદસ્તી ગાયબ કરવાની ઘટનાની તપાસ કરનાર પાંચ સભ્યોના આયોગે કાર્યકારી વડાપ્રધાન મહોમ્મદ યુનુસના મુખ્ય સલાહકારને 'સત્યનો ખુલાસો' શીર્ષકથી એક અહેવાલ સોંપ્યો છે. આયોગે અનુમાન લગાવ્યું કે, દેશભરમાં 3500 થી વધારે લોકોને ગાયબ કરવાની ઘટનાઓ બની છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુના ઘર, મંદિર પર હુમલા બદલ ચારની ધરપકડ
ઘણાં અધિકારીઓ પણ સામેલ હોવાનો દાવો
અહેવાલમાં કહેવામાં આવ્યું કે, શેખ હસીનાના રક્ષા સલાહકાર મેજર જનરલ (સેવાનિવૃત્ત) તારિક અહેમદ સિદ્દિકી, રાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન સર્વેલન્સના પૂર્વ ડિરેક્ટર જનરલ અને નિષ્કાષિત જનરલ ઝિયાઉલ અહસાનંદ, વરિષ્ઠ પોલીસ અધિકારી મોનિરૂલ ઇસ્લામ અને મહોમ્મદ હારૂન-ઓર-રશીદ અને ઘણાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. વળી, પૂર્વ સૈન્ય અને પોલીસ અધિકારી પણ ફરાર છે, માનવામાં આવી રહ્યું છે કે, તે હસીનાની આવામી લીગ સરકારના તૂટ્યા બાદ વિદેશ ભાગી ગયાં છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે કર્યો ખુલાસો
આયોગના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ મૈનુલ ઇસ્લામ ચૌધરીએ યુનુસ સરકારને જણાવ્યું કે, તપાસ દરમિયાન તેમને એક 'વ્યવસ્થિત ડિઝાઇન' મળી, જેમાં જબરદસ્તી ગાયબ થવાની ઘટનાઓને ઇગ્નોર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમને ના શીખવાડશો, કોને વિઝા આપવા અને કોને નહીં: ભારતનો કેનેડાને જવાબ
ચૌધરીએ કહ્યું કે, જબરદસ્તી ગાયબ કરનાર વ્યક્તિઓને પીડિતો વિશે જાણકારી નહતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પોલીસની રેપિડ એક્શન બટાલિયને (આરએબી) પીડિતોને પકડવા, પ્રતાડિત કરવા અને જબરદસ્તી અટકાયત કરવાનું કામ કર્યું હતું.
આયોગે મૂક્યો પ્રસ્તાવ
આયોગે આતંકવાદ વિરોધી અધિનિયમ 2009ને ખતમ કરવા અથવા તેમાં વ્યાપક સંશોધન કરવાની સાથે-સાથે આરએબીને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આયોગના સભ્ય સજ્જાદ હુસૈને કહ્યું કે, જબરદસ્તી ગાયબ કરવાની 1676 ફરિયાદ નોંધાવામાં આવી છે અને હજુ સુધી તેમાંથી 758 ની તપાસ કરવામં આવી છે. તેમાંથી 200 લોકો ક્યારેય પરત નથી ફર્યા. જોકે, મોટાભાગના જે પરત ફર્યાં તેમાંથી મોટાભાગનાની રેકોર્ડમાં ધરપકડ દર્શાવવામાં આવી હતી. કમિશને જાહેરાત કરી કે, તેમને ઢાકા અને તેની બહારના વિસ્તારોમાં આઠ ગુપ્ત અટકાયત કેન્દ્રો મળ્યા છે.