Get The App

બાંગ્લાદેશની યુનુસ સરકારનું ભારતવિરોધી પગલું, દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
બાંગ્લાદેશની યુનુસ સરકારનું  ભારતવિરોધી પગલું, દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ 1 - image
Image: Freepik

Bangladesh Bans Import of Yarn From India: બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય હેઠળ બેનાપોલ, ભોમરા, સોનામસ્જિદ, બંગલાબંધા અને બુરિમારી જેવા પ્રમુખ ભૂમિ બંદરો દ્વારા દોરાની આયાતની મંજૂરી હવે નહીં મળે. આ પગલું  BTMA (બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન)ની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતથી સસ્તા ભાવે દોરા આયાત કરવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

આ નિર્ણયની અસર શું થશે?

BTMAનું કહેવું છે કે, ભારતથી જમીન માર્ગે આયાત કરવામાં આવતા દોરાની કિંમત સમુદ્રી માર્ગે આવતા દોરાની તુલનામાં ઘણી ઓછી છે, જેનાથી સ્થાનિક મિલને પ્રતિસ્પર્ધામાં નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઉદારહણ રૂપે, બાંગ્લાદેશમાં 30 સિંગલ દોરાની કિંમત 3.40 ડૉલર પ્રતિ કિલોગ્રામ છે, જોકે ભારતમાં તે 2.90 ડોલર અને વિયેતનામમાં 2.96 ડોલર પ્રતિ કિલોગ્રામ છે. આ સિવાય, BTMA એવો પણ આરોપ લગાવ્યો કે, જમીન માર્ગના બંદરો પર પૂરતી માળખાગત સુવિધાઓ અને ચેકિંગ સુવિધાઓનો અભાવ આયાતકારો ખોટી ઘોષણા દ્વારા કરચોરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, દિલ્હી-NCR સુધી આંચકા અનુભવાતા ફફડાટ

જોકે, બાંગ્લાદેશના ગાર્મેન્ટ નિકાસકારોએ આ નિર્ણયને "આત્મઘાતી" ગણાવ્યો છે. BKMEA (બાંગ્લાદેશ નીટવેર મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન) ના પ્રમુખ મોહમ્મદ હાતેમે કહ્યું કે, આ પગલાંથી તૈયાર કપડાના નિકાસકારોનોટે ખર્ચ વધશે અને નાના-મધ્યમ ઉદ્યોગો (SMBs) માટે બજારમાં સ્પર્ધા કરવાનું વધુ મુશ્કેલ બનશે. બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશના અર્થતંત્રનો આધારસ્તંભ છે. તે ભારતમાંથી થતી લગભગ 95% દોરાની આયાત પર આધારિત છે. બાંગ્લાદેશે 2024 માં 1.25 મિલિયન મેટ્રિક ટન દોરાની આયાત કરી હતી, જે 2023 કરતાં 31.5% વધુ છે.

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ

આ નિર્ણયથી ભારત-બાંગ્લાદેશ વ્યાપાર સંબંધોમાં હાલ તણાવોમાં આ એક નવું પગલું છે. હાલમાં જ ભારતે બાંગ્લાદેશને ત્રીજા દેશોમાં માલ નિકાસ માટે તેના લેન્ડ કસ્ટમ સ્ટેશનો દ્વારા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા રદ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સુવિધાથી ભારતીય એરપોર્ટ અને બંદરો પર ભીડ વધી રહી છે, જેના કારણે ભારતના પોતાના નિકાસ માટે વિલંબ અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ટેરિફ વોર વચ્ચે ચીને પોતાની એરલાઇન્સને ફરમાવ્યું : બોઇંગ પાસેથી વિમાનોની ડિલીવરી ન લેતા

આ સિવાય, બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર મોહમ્મદ યુનુસના તાજેતરના નિવેદનથી બંને દેશો વચ્ચેનો રાજકીય તણાવ વધારી દીધો છે. યુનુસે ભારતના પૂર્વોત્તર રાજ્યોને 'જમીનથે ઘેરાયેલો' વિસ્તાર બતાવ્યો અને ચીનના ક્ષેત્રમાં આર્થિક ઉપસ્થિતિ વધારવા માટે આમંત્રિત કર્યું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપારિક સંબંધ દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત રહ્યા છે પરંતુ, હાલની ઘટનાઓએ આ સંબંધને પ્રભાવિત કર્યો છે. 

2023-24માં ભારતે બાંગ્લાદેશને 11 બિલિયન ડોલરની નિકાસ કરી હતી. જેમાં દોરા, કપાસ, એન્જિનિયરિંગ સામાન અને પેટ્રોલિયમ ઉત્પાદન સામેલ હતાં. વળી, બાંગ્લાદેશથી ભારતની આયાત 1.8 બિલિયન ડોલર રહી છે. હાલના મહિનામાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને ડોલરની કમીના કારણે ભારતીય નિકાસકારોને ચૂકવણીમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. 


Tags :