Get The App

બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ 1 - image


Bangladesh government recalled two diplomats from India : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર છે. બાંગ્લાદેશની સરકાર હિંદુઓ અને અલ્પસંખ્યકોનું રક્ષણ કરવાનો ઢોંગ કરી રહી છે. ત્યારે હવે બાંગ્લાદેશની યુનુસ સરકારે ભારતમાંથી તેના બે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.

કોલકાતા અને અગરતલામાંથી રાજદ્વારીઓને પાછા બોલાવ્યા બાંગ્લાદેશે

એક અહેવાલ અનુસાર, બાંગ્લાદેશે કોલકાતામાં તેના ડેપ્યુટી હાઇકમિશ્નર શિકદાર મોહમ્મદ અફારુલ રહેમાન અને અગરતલામાં આસિસ્ટન્ટ હાઇકમિશ્નર આરિફ મોહમ્મદને પાછા બોલાવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને ઇસ્કોનના પૂજારી સ્વામી ચિન્મય દાસની ધરપકડ બાદ ભારતના લોકોમાં પણ ગુસ્સો છે. તાજેતરમાં ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશના રાજદ્વારી મિશનમાં તોડફોડની ઘટના બની હતી. આ પછી સરકારે કેટલાક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરી હતી. ત્યાં સાત લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ પછી બાંગ્લાદેશે વિરોધ કર્યો અને અગરતલામાં કાઉન્સીલર સેવા બંધ કરવાની જાહેરાત કરી. હવે તેણે પોતાના રાજદ્વારીને પણ ઢાકા પાછા બોલાવ્યા છે.

આ પણ વાંચો : કોલકાતા અને  અગરતલામાંથી રાજદ્વારીઓને પાછા બોલાવ્યા બાંગ્લાદેશે

ઝેર ઓકી રહ્યા છે બાંગ્લાદેશના નેતાઓ ભારત વિરુદ્ધ

અહીં તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા બંનેની બાંગ્લાદેશ સાથે સરહદો જોડાયેલી છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે તેના બે રાજદ્વારીઓ આગળના નિર્દેશો સુધી ઢાકામાં રહીને કામ કરશે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ના ઘણાં નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. હાલમાં જ પાર્ટીના નેતા રુહુલ કબીર રિઝવીએ પોતાની પત્નીની ભારતીય સાડી સળગાવીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી હતી. ત્રિપુરામાં સ્થાનિક લોકોના ગુસ્સાને કારણે કથિત રીતે બાંગ્લાદેશી ધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. આ પછી ભારતે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ 2 - image



Google NewsGoogle News