બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ બંધારણ બદલવાની માગ કરી, યુનુસ સરકાર અને બીએનપીએ કર્યો વિરોધ
Bangladesh Agitation Again: બાંગ્લાદેશના રાજકારણમાં નવો વળાંક આવે તેવી શક્યતા છે. અહીં ધ એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ્સ મૂવમેન્ટ દ્વારા વર્ષ 1972ના બંધારણ પર પ્રશ્નો ઊભા કર્યા છે. આ અંગે સંગઠને જાહેરનામું બહાર પાડવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થી સંગઠનનો દાવો છે કે 1972ના બંધારણે ભારતની આક્રમકતાનો માર્ગ ખોલી દીધો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને મુખ્ય વિરોધ પક્ષો પણ આ મુદ્દે વિરોધમાં છે.
31મી ડિસેમ્બરે નવું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત
વિદ્યાર્થી સંગઠને આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'નવું જાહેરનામું બહાર 31મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે. નવા જાહેરનામામાં બંધારણમાં ફેરફારોની રૂપરેખા આપવામાં આવશે.
આ પણ વાંચો: ઈથિયોપિયામાં મોટી કરુણાંતિકા, કાર-બસ ભીષણ ટક્કર બાદ નહેરમાં ખાબક્યાં, 66 લોકોનાં મોત
વચગાળાની સરકાર અને મુખ્ય વિરોધ પક્ષે પ્રસ્તાવનો વિરોધ કર્યો
વિદ્યાર્થીઓ દ્વારા માંગવામાં આવેલા બંધારણમાં ફેરફારનો બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને મુખ્ય વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વચગાળાની સરકારે કહેવું છે કે, 'સરકારને જાહેરનામાં સાથે કોઈ લેવાદેવા નથી. બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ વિદ્યાર્થીઓની માંગ પર નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મિર્ઝા અબ્બાસે તેને ફાસીવાદી ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પદભ્રષ્ટ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિદ્યાર્થીઓના ગુસ્સાનો શિકાર બની છે. તેમને વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અને ભારતમાં આશરો લેવો પડ્યો હતો.